તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રોલર્સને જવાબ:કંગનાએ ચોખવટ કરી, ‘હું બડાશ નથી મારતી, પણ મેં જેટલી પણ કમાણી કરી, તેમાંથી મોટાભાગની રકમ બીજાને આપું છું’

19 દિવસ પહેલા

રિહાના સહિત રોજ કોઇની સાથે બાખડનારી અભિનેત્રી કંગના રનૌતના સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં ફાડિયાં પડી ગયાં છે. અમુક તેના સપોર્ટમાં અને અમુક તેના વિરોધમાં બોલે છે. રિહાનાએ ટ્વીટને બદલે પૈસા લીધા હોવાની થિયરી પર ટ્રોલર્સે કંગના પર નિશાન સાધ્યું છે. તેના જવાબમાં કંગનાએ પોતાની કમાણી વિશે માહિતી શેર કરી છે. એક્ટ્રેસે કહ્યું, હું જેટલી કમાણી કરું છું તેના મોટો ભાગ બીજાને આપું છું.

કંગનાએ સોશિયલ મીડિયા પર રિપ્લાય આપતાં લખ્યું, ‘હું બડાશ નથી મારતી. હું ફેરનેસ ક્રીમ, આઈટમ નંબર, શૉ, મોટા એક્ટર સાથે ફિલ્મ કરતી નથી. હવે તો બધી બ્રાન્ડે મારી સાથે કોન્ટ્રાક્ટ પણ કેન્સલ કર્યા છે. તેમ છતાં જે પણ કમાણી કરું છું તેમાંથી મોટાભાગની રકમ આપી દઉં છું અને રિટર્નમાં વધારે મેળવું છું. મને ખબર નથી કે લોકોને આવું કરવા કેવી રીતે પ્રોત્સાહિત કરું, બસ આટલું જ.’

સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કેસની સુનાવણી માર્ચ મહિનામાં થશે
તો બીજી તરફ કંગના પર મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટ અંધેરીમાં ચાલી રહેલા કેસની નેક્સ્ટ સુનાવણી માર્ચ મહિનામાં થશે. કોર્ટે મુંબઈની અંબોલી પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરવાનો સમય આપ્યો છે. નેક્સ્ટ સુનાવણી 4 માર્ચે થશે. આની પહેલાં સુનાવણી 5 જાન્યુઆરીએ થવાની હતી અને 4 ફેબ્રુઆરી સુધી પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો