તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનહાનિ કેસ:જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતને રાહત, અંધેરી કોર્ટે જામીન આપ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાણીતા ગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને અંધેરી કોર્ટે જામીન આપ્યા છે. કંગનાએ જામીન વોરંટ રદબાતલ કરાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ પહેલાં જાવેદ અખ્તર તરફથી દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં કંગનાને મુંબઈની એક કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કંગના કોર્ટમાં હાજર ના થઈ તો તેની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.

2 નવેમ્બરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

  • જાવેદ અખ્તરે તેના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનદી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
  • અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.
  • અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.
  • 3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું

કંગનાએ ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું
એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવવાની ધમકી આપી હતી. કંગનાના અનુસાર, અખ્તરે કહ્યું હતું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ઘણા મોટો લોકો છે. જો તે રીતિક રોશન અને તેમના પરિવારની માફી નહીં માગે તેઓ તેણે જેલમાં મોકલી શકે છે.

અગાઉ કંગનાની બહેન રંગોલ ચંદેલ પણ સોશિયલ મીડિયા દ્વારા આ દાવો કરી ચૂકી હતી. રંગોલીએ લખ્યું હતું કે, 'જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રીતિક રોશનની માફી માગે. મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે ભટ્ટની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી. તે વડાપ્રધાનને ફાસીવાદી કહી છે...કાકાજી તમે બંને શું છો?'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો