એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ ગુરુવારે બુડાપેસ્ટમાં પૂરું કર્યું. આ વાતની જાણકારી કંગનાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આપી છે. કંગનાએ ફિલ્મની રેપઅપ પાર્ટીનો એક ફોટો શેર કરીને લખ્યું, 'મારી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. અત્યારથી 'ધાકડ' યાદ આવી રહી છે.' આ પોસ્ટ સિવાય તેણે ફિલ્મના સેટનો એક વીડિયો શેર કર્યો છે.
ફિલ્મની રેપઅપ પાર્ટીના કંગના રનૌતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં કંગના વ્હાઈટ બ્રાલેટ અને પેન્ટમાં એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. કંગનાએ પોતાના બે ગ્લેમરસ ફોટો શેર કરીને લખ્યું, 'મોહબ્બત મેં નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખ કર જીતે હૈ કાફિક પે દમ નિકલે-ગાલિબ.' તે સિવાય પણ કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર ફિલ્મની રેપઅપ પાર્ટીના ઘણા ફોટો શેર કર્યા છે, જેમાં તે ટીમ મેમ્બર્સની સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.
'ધાકડ' 1 ઓક્ટોબરે રિલીઝ થશે
રજનીશ રાઝી ઘાઈના નિર્દેશનમાં બનેલી ધાકડમાં કંગના રનૌત એક ફીમેલ સ્પાય એજન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળશે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં કંગના સિવાય દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અર્જુન વિલન રુદ્રવીર બન્યો છે, જે સેક્સિઝમના ધંધાની સાથે હથિયારો અને ડ્રગ્સની તસ્કરી પણ કરે છે. કંગનાનો તેમાં કોઈ લવ ઈન્ટ્રેસ્ટ બતાવવામાં નહીં આવે. આખી ફિલ્મમાં તે માત્ર એક્શન કરતી જોવા મળશે. 'સોહેલ મકલાઈ પ્રોડક્શન્સ' અને 'એસાઈલમ ફિલ્મ્સ'ના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના તહેવાર પર 1 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
તેજસનું શૂટિંગ શરૂ કરશે કંગના
કંગના રનૌત 'ધાકડ' બાદ હવે ટૂંક સમયમાં તેજસનું શૂટિંગ શરૂ કરશે. તે 'અપરાજિત અયોધ્યા', 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરી ચૂકી છે. તેના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.