કંગનાની BMCને નોટિસ:ઓફિસમાં થયેલી તોડફોડ માટે 2 કરોડનું વળતર માગ્યું, હાઈકોર્ટમાં દાખલ અરજીમાં પણ સુધારો કરાયો

મુંબઈએક વર્ષ પહેલા
  • કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસમાં નવ સપ્ટેમ્બરના રોજ BMCએ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું
  • કંગનાની ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત, ઝૂમ્મર, સોફા જેવો કિંમતી સામાન સામેલ

કંગના રનૌતે BMC પાસેથી પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે BMCને એક નોટિસ ફટકારી છે. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી.

ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત કરવામાં આવ્યો
8 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર જવાબ માગ્યો હતો. જોકે, બીજા જ દિવસે કંગના મુંબઈ આવે તે પહેલા જ BMCએ કંગની ઓફિસમાં તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહી વિરુદ્ધ કંગનાની વકીલ હાઈકોર્ટ ગયા હતા. જોકે, કોર્ટ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકે તે પહેલા જ ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત કરી દીધો હતો, જેમાં ઝૂમ્મર, સોફઆ, દુર્લભ કલાકૃતિ સહિતનો કિંમતી સામાન સામેલ હતો.

હાઈકોર્ટમાં દાખલ અરજીમાં સુધારો કરાયો
રિઝવાન સિદ્દીકીએ કંગનાની ઓફિસમાં થયેલી તોડફોડ અંગે BMC વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગયા ગુરુવાર (10 સપ્ટેમ્બર)એ તેમણે કહ્યું હતું તેઓ પોતાની અરજીમાં જરૂરી સુધારા-વધારા કરાવશે. અડધી રાત્રે ફાઈલ કરવામાં આવેલી અરજી 92 પાનાની હોવાની ચર્ચા છે. કહેવાય છે કે કંગનાએ આ જ અરજીમાં BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.

14 સપ્ટેમ્બરે કંગના મનાલી પરત ફરી
9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગનાએ 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અંગે વાત કરી હતી. 14 સપ્ટેમ્બરના રોજ સવાર કંગના મુંબઈથી મનાલી પરત ફરી હતી. હોમટાઉન ગયા બાદ કંગના સતત શિવસેના, કોંગ્રેસ તથા મહારાષ્ટ્ર સરકાર પર શાબ્દિક હુમલા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...