બોલિવૂડના જાણીતી સંગીતકાર સ્વ. વાજિદ ખાનની પત્ની કમલરુખે હાલમાં જ સાસરીયા ઈસ્લામ કુબૂલ કરવા માટે દબાણ કરતાં હોવાનો આક્ષેપ મૂક્યો હતો. કંગનાએ કમલરુખને સપોર્ટ આપ્યો છે. કમલરુખ મૂળ પારસી છે. કમલરુખે એન્ટી કન્વર્ઝન બિલ પર ચાલતી ચર્ચામાં પોતાની વાત રજૂ કરી હતી. તેણે વાજિદના પરિવાર પર આક્ષેપ મૂકીને કહ્યું હતું કે ઈસ્લામ દર્મ અંગીકાર ના કર્યો હોવાને કારણે તેને સતત હેરાન કરવામાં આવે છે. હવે કંગનાએ PM મોદીને પારસી કમ્યુનિટીની સલામતી અંગે સવાલ કર્યાં છે.
'પારસી દેશના સાચા લઘુમતી'
કંગનાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, 'પારસી આ દેશના સાચા અલ્પસંખ્યક છે. તેઓ દેશ પર પોતાનો કબ્જો કરવા આવ્યા નથી. તેઓ યાચકની જેમ આવ્યા હતા અને તેમણે ભારત માતા પાસે પ્રેમ માગ્યો હતો. તેમની નાનકડી વસ્તીએ દેશની અર્થવ્યવસ્થામાં બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
'આપણે પારસીઓની સલામતી કેવી રીતે કરીએ છીએ?'
કંગનાએ કહ્યું હતું, 'તે (કમલરુખ) મારા મિત્રની વિધવા એક પારસી મહિલા છે. તેને પરિવાર ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરે છે. હું વડાપ્રધાન કાર્યાલયને પૂછવા માગું છું કે આવા અલ્પસંખ્યક લોકો સહાનુભૂતિ માટે નાટક નથી કરતાં, મારામારી, તોફાનો કે ધર્મપરિવર્તન કરતાં નથી. આપણે તેમને કેવી રીતે બચાવી રહ્યાં છીએ? ઝડપથી ઘટતી પારસીઓની સંખ્યા એક માતાના રૂપમાં ભારતના ચરિત્ર પર સવાલ કરે છે.'
કંગનાએ છેલ્લે કહ્યું હતું, 'સૌથી વધુ નાટકો કરનાર બાળકોને સૌથી વધુ અટેન્શન તથા ફાયદો મળે છે અને જે હકદાર હોય છે, સંવેદનશીલ તથા દેખરેખને લાયક છે, તેને કંઈ જ મળતુ નથી. આપણે વિચારવાની જરૂર છે.'
કમલરુખે પોતાની પોસ્ટમાં શું કહ્યું હતું?
કમલરુખે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતાં. 10 વર્ષના રિલેશનશિપ બાદ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યાં હતાં. ધર્મના નામે તકલીપ આપવી અને ભેદભાવ કરવો એ શરમજનક છે. લગ્ન બાદ મારી પર મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જ્યારે મેં વાત ના માની તો ડિવોર્સ માટે કોર્ટ સુદ્ધા મને ઢસડી જવામાં આવી હતી. વાજિદના મોત બાદ પણ મને હેરાન કરવામાં આવી રહી છે.' (વાંચો પૂરા સમાચાર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.