ફિલ્મ 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂરું:કંગનાએ લખી ભાવુક પોસ્ટ, કહ્યું- ફિલ્મ બનાવવા માટે મારી બધી મિલકતને ગીરવી રાખી દીધી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ અંગેની જાણકારી કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કંગનાએ ફિલ્મના સેટની તસવીરો શેર કરી છે, જેમાં તે ડાયરેક્ટરની ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે જ કંગનાએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ 'ઇમર્જન્સી' બનાવવા માટે તમામે-તમામ મિલ્કતને ગીરવે રાખી દીધી છે. આ સાથે જ વધુમાં કંગનાએ જણાવ્યું હતું કે, ફિલ્મના શૂટિંગના સમયે ડેન્ગ્યુ થઇ ગયો હતો. આમ છતાં પણ ફિલ્મના કામમાં બ્રેક લાગવા દીધો ન હતો. કંગનાએ પોસ્ટમાં કહ્યું હતું કે, તેણીએ આ મુશ્કેલીઓ વિશે કોઈને જાણ ન થવા દીધી હતી, કારણ કે તે નથી ઈચ્છતી કે તેના ફેન્સ નારાજ થાય.

કંગનાએ ભાવુક થઈને પોસ્ટ શેર કરી
કંગનાએ 21 જાન્યુઆરીએ ફિલ્મના સેટનો ફોટોશેર કરતા એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. કંગનાએ લખ્યું હતું કે, 'આજે મેં એક એક્ટર તરીકે 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂરું કર્યું છે. મને લાગે છે કે આ મારા જીવનની આ ખૂબ જ સુંદર ક્ષણ છે, જે આજે પૂર્ણ થઈ છે. લોકોને લાગે છે કે આ બધું બહુ સરળતાથી બન્યું હશે, પરંતુ સત્ય બિલકુલ અલગ છે. આ ફિલ્મ માટે જમીન ગીરવી રાખવાથી લઈને શૂટિંગ દરમિયાન ડેન્ગ્યુનો ચેપ લાગવા સુધી અને બ્લડ સેલ્સ કાઉન્ટ ઓછી હોવા છતાં ફિલ્મમાં કામ કરવા સુધી, મારી પળેપળ પરીક્ષા લેવાઈ હતી.

હું મારા નજીકની વ્યક્તિની ચિંતામાં વધારો કરવા નથી ઇચ્છતી : કંગના
કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે હું સોશિયલ મીડિયા પર ખૂબ જ ખુલ્લા મને બોલું છું, પરંતુ મેં આ વાત કોઈની સાથે શેર કરી નથી .સાચું કહું તો આ બધું કહીને હું મારા નજીકના લોકોને બિનજરૂરી ચિંતા કરવા માગતી ન હતી. ના તો જેઓ મારી હારની રાહ જોઈ રહ્યા છે તેમને હું આ વાત જણાવવા માગતી નથી. જેણે હંમેશા મારી મુશ્કેલીઓ વધારી છે. હું નહોતી ઈચ્છતી કે એ લોકો મારું દુઃખ જોઈને ખુશ થાય.

મુશ્કેલીના સમયમાં ક્યારે પણ તૂટવું ન જોઈએ : કંગના
કંગનાએ વધુમાં લખ્યું હતું કે, 'હું તમને બધાને કહેવા માગુ છું કે જો તમને લાગે છે કે તમારે કઈ પણ મેળવવા માટે તનતોડ મહેનત કરવી જોઈએ તો ફરીથી વિચારો. આ કારણ સાચું નથી. જો તમે લાયક છો ય્પ તમારે ગમે તેટલી મહેનત કરવી પડશે, તો પણ તમારી દરેક જગ્યાએ ટેસ્ટ આપવી પડશે, આ દરમિયાન તમે બિલકુલ ભાંગી ન પડવું જોઈએ. જ્યાં સુધી તમે તે કરી શકતા નથી ત્યાં સુધી કામનો પ્રયાસ કરતા રહો. જ્યારે પણ તમે સખત મહેનત કરતી વખતે પણ ભાંગી પડો છો તો પણ તમે નસીબદાર છો. કારણ કે તે તમારા નવા જન્મનો સમય છે. હું હવે નવા જન્મેલા જેવું અનુભવું છું. મને આ વિશેષ તક આપવા બદલ મારી ટીમનો હ્દ્રયથી આભાર માનું છું.'

મારી ચિંતા કરનારા લોકોને કહું છું કે હું સુરક્ષિત છું : કંગના
કંગનાએ વધુમાં લખ્યું હતું કે, 'તમારામાંથી જેઓ મારી ચિંતા કરે છે, હું તેમને કહી દઉં કે હું હવે સુરક્ષિત છું. જો હું સુરક્ષિત ન હોત તો મેં આ બધું શેર કર્યું ન હોત. તમે લોકો મારી ચિંતા ન કરો. બસ મને ફક્તને ફક્ત તમારા પ્રેમ અને આશીર્વાદની જ જરૂર છે.

કો-સ્ટાર્સ વિશ્વાસ વધાર્યો
તો બીજી તરફ કંગનાની આ પોસ્ટ પર તેના કો-એક્ટર અનુપમ ખેરે તેને પ્રોત્સાહિત કરી હતી. અનુપમ ખેરે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, કંગના, તારી આ નોટ મારા દિલને સ્પર્શી ગઈ છે. હું ફિલ્મોમાં આવ્યો તે પહેલાં મારા દાદાએ મને સંઘર્ષના દિવસોમાંએક પત્ર લખ્યો હતો. ભીનો માણસ વરસાદથી ડરતો નથી. તમે લોકો જલ્દી રોકાઈ જાઓ તેવા નથી. તમે હંમેશા સત્ય માટે ઉભા રહો છો, તે જ તમારી સૌથી મોટી તાકાત છે. હંમેશા આ રીતે આગળ વધતા રહો. ઘણો પ્રેમ અને પ્રાર્થના. અનુપમ ખેર ઉપરાંત મહિમા ચૌધરીએ પણ કંગનાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી.

કંગના આ ફિલ્મને ડિરેક્ટ કરશે
'ઇમર્જન્સી'માં કંગના રનૌત લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. કંગનાએ સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કટોકટીના સમયની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં જયપ્રકાશ નારાયણના રોલમાં અનુપમ ખેર જોવા મળશે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કંગનાનો નવો અવતાર જોવા માટે ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, કંગનાના બીજી ફિલ્મનું નિર્દેશન કરી રહી છે. આ પહેલાં કંગનાએ 2019માં 'મણિકર્ણિકા : ધ ક્વિન ઝાંસી'થી નિર્દેશમાં ડેબ્યુ કર્યું હતું.

ફિલ્મ 'ઇમર્જન્સી' એક પોલિટિકલ ડ્રામા
કંગના રનૌતે કહ્યું કે, આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે. આ ફિલ્મ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી .તે એક ભવ્ય પીરિયડ ફિલ્મ છે. આ ફિલ્મ મારી પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજકીય પરિદૃશ્યને સમજવામાં મદદ કરશે. આ પહેલાં પણ કંગના રનૌત ફિલ્મ 'થલાઈવી'માં તામિલનાડુનાં દિવંગત સીએમ જયલલિતાનો રોલ કરી ચુકી છે. આ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.