વાઇરલ તસવીર:કંગનાએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન-યોગી-શિંદેની તસવીર શૅર કરીને કહ્યું, 'લોકશાહીના અચ્છે દિન'

મુંબઈ11 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત એક્ટિંગ કરતાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના સો.મીડિયામાં પર પણ રાજકીય મુદ્દે પોસ્ટ શૅર કરતી હોય છે. હાલમાં જ કંગનાએ એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં રાષ્ટ્રપતિ મુર્મૂથી લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન મોદી જોવા મળે છે.

કેમ ખાસ છે તસવીર?
કંગના રનૌતે શૅર કરેલી તસવીરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની જૂની તસવીર છે. આ કોલાજમાં વડાપ્રધાન મોદી કાર્યકર્તા હતા તે સમયની તસવીર છે. તો દ્રૌપદી મુર્મૂ સામાન્ય મહિલા હતાં, યોગી આદિત્યનાથ રાજકારણમાં સક્રિય નહોતા તો એકનાથ શિંદે ઓટો રીક્ષા ચલાવતા હતા તે સમયની તસવીર છે.

તસવીર શૅર કરીને શુ કહ્યું?
આ તસવીર પર લખવામાં આવ્યું છે, આ ચારેય તસવીર જોઈને આશ્ચર્ય થાય છે કે નસીબનો ખેલ પણ ગજબનો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. આ તસવીર પર કંગનાએ કહ્યું હતું, 'આને જ કહેવાય છે લોકશાહીના અચ્છે દિન.'

કંગના હાલમાં 'ઇમરજન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત
કંગના હાલમાં ફિલ્મ 'ઇમરજન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી તે સમયની વાત કરવામાં આવી છે. કંગનાએ ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ કર્યા છે, જેમાં કંગના રનૌત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળે છે. જયપ્રકાશ નારાયણનો રોલ અનુપમ ખેરે પ્લે કર્યો છે, જ્યારે અટલ બિહારી વાજપેયીના રોલમાં એક્ટર શ્રેયસ તલપડે છે. આ ફિલ્મને કંગના ડિરેક્ટ તથા પ્રોડ્યૂસ કરશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.