તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Kangana Said That After Landing In Chandigarh, The Security Was Just A Name, The Truth Was That There Was One DSP, 22 Policemen, 6 Commandos And 10 CISF Jawans.

Y સિક્યોરિટી પર કંગનાનું નિવેદન:એક્ટ્રેસે કહ્યું- ચંદીગઢ ઊતરતાં સુરક્ષા માત્ર નામની રહી ગઈ છે, સત્ય- એક DSP, 22 પોલીસકર્મી, 6 કમાન્ડો તથા 10 CISF જવાન તહેનાત હતા

મોહાલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદની વચ્ચે કેન્દ્રે કંગનાને Y સિક્યોરિટી આપી છે. - Divya Bhaskar
મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદની વચ્ચે કેન્દ્રે કંગનાને Y સિક્યોરિટી આપી છે.
  • પંજાબ પોલીસે કહ્યું, કંગનાને પ્રોટોકોલ હેઠળ જ સિક્યોરિટી આપવામાં આવી હતી
  • મહારાષ્ટ્ર સરકાર સાથેના વિવાદની વચ્ચે કેન્દ્રે કંગનાને Y સિક્યોરિટી આપી હતી

Y સિક્યોરિટીની સાથે કંગના રનૌતે સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ સવારે મુંબઈથી ચંદીગઢ આવી હતી. કંગના ચંદીગઢ આવવાની છે એ વાતની જાણ પંજાબ પોલીસ તથા ચંદીગઢ એરપોર્ટની સિક્યોરિટી વિંગને પહેલેથી જ હતી, આથી જ પોલીસે એરપોર્ટ DSPની આગેવાનીમાં સુરક્ષાદળ તહેનાત રાખ્યાં હતાં. એરપોર્ટ પર જે રસ્તેથી કંગના આવવાની હતી ત્યાં સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો.

કંગના એરપોર્ટ ટર્મિનલમાંથી બહાર નીકળી તો CISF તથા પંજાબ પોલીસના જવાનોએ તેને ઘેરી લીધી હતી. મોહાલીથી બહાર નીકળતા સમયે કંગનાએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું, 'ચંદીગઢ ઊતર્યા બાદ મારી સિક્યોરિટી માત્ર નામની રહી ગઈ છે.' જોકે, સાચી વાત એ છે કે કંગનાની સિક્યોરિટીમાં સહેજ પણ ઘટાડો થયો નહોતો.

SSP કુલદીપ સિંહ ચહલે કહ્યું હતું કે કંગનાને પ્રોટોકોલ હેઠળ સુરક્ષા આપવામાં આવી હતી.
SSP કુલદીપ સિંહ ચહલે કહ્યું હતું કે કંગનાને પ્રોટોકોલ હેઠળ સુરક્ષા આપવામાં આવી હતી.

ગયા અઠવાડિયે જ્યારે કંગના ચંદીગઢથી મુંબઈ આવી ત્યારે પણ આટલા જ જવાનો હતા, જેટલા સોમવાર (14 સપ્ટેમ્બર)ના રોજ હતા. SSP કુલદીપ સિંહ ચહલે કહ્યું હતું કે કંગનાને પ્રોટોકોલ હેઠળ સુરક્ષા આપવામાં આવી હતી. એરપોર્ટ ટર્મિનલથી તે જે કારમાં બેઠી હતી, ત્યાં સુધી પંજાબ પોલીસના જવાન તહેનાત હતા. 100 મીટરના દાયરામાં અંદાજે 22 જવાન હતા. DSP એરપોર્ટ જતીન્દર પાલ સિંહે કહ્યું હતું કે કંગનાની સુરક્ષામાં પંજાબ પોલીસના 1 DSP, 22 પોલીસકર્મી, 6 કમાન્ડો તથા અંદાજે 10 CISFના જવાન હતા.

રોપડના રસ્તે 37 પોલીસકર્મી ઊભા હતા
કંગના જ્યારે પોતાની કારમાં મનાલી માટે નીકળી તો પંજાબ પોલીસની ગાડીઓ આગળ-પાછળ હતી. બંને ગાડીઓમાં અંદાજે 6થી 8 જવાન હતા. રોપર બોર્ડર સુધી જવાના ચાર રસ્તા પર 37 જવાન તહેનાત હતા.

અન્ય સમાચારો પણ છે...