કંગનાનું વિવાદાસ્પદ નિવેદન:કંગનાએ કહ્યું કે, 'બ્રહ્માસ્ત્ર'ની 70% કમાણી ફેક, બોલી, 'વાહ! ફિલ્મના નવા આંકડા બહુ જ ઓછા છે'

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કંગના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગનાએ 'બ્રહ્માસ્ત્ર'ના કલેક્શનને લઈને રિએક્શન આપ્યું છે. કંગનાએ 'બ્રહ્માસ્ત્ર'ના બોક્સ ઓફિસ આંકડામાં ફેરફારને લઈને રિએક્ટ કર્યું છે. કંગનાએ ફિલ્મ મેકર-રાઇટર અરે મૃદુલા કૈથરના ટ્વિટને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, 'બ્રહ્માસ્ત્ર' એક નવું લોઅર સ્ટેટ છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર કરણ જોહરે શનિવારે ટ્વિટ કર્યું હતું કે, 'બ્રહ્માસ્ત્ર'નું વિશ્વભરમાં ઓપનિંગ કલેક્શન 75 કરોડ રૂપિયા છે.

એરે મૃદાલાએ જણાવ્યું કે આંકડાઓ સાથે છેડછાડ
ફિલ્મ નિર્માતા-લેખિકા એરે મૃદુલા કાથરે ટ્વિટમાં 'બ્રહ્માસ્ત્ર'ના આંકડાઓને હેરાફેરી ગણાવ્યા છે. તેમણે લખ્યું હતું કે, "કેટલાક ટ્રેડ વિશ્લેષકો 'બ્રહ્માસ્ત્ર'ના બોક્સ ઓફિસના આંકડા નથી આપી રહ્યા કારણ કે તેમની સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી છે. જે લોકો નકલી બોક્સ ઓફિસ આંકડાઓ સાથે મજાક કરી રહ્યા છે તેમને મોટી રકમ આપવામાં આવે છે. આ ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી હેરાફેરી હોઈ શકે છે. 60-70% આંકડાઓ ખોટા બતાવવામાં આવ્યા છે.

કંગનાએ મૃદુલાના ટ્વિટ પર રિએક્ટ કર્યું
કંગનાએ સ્ટોરી પર ટ્વિટ શેર કરતા લખ્યું હતું કે, 'વાહ, 70 ટકા... આ બ્રહ્માસ્ત્ર માટે નીચલું નવું લેવલ છે.'

અયાને 600 કરોડ રૂપિયા વેડફી દીધા- કંગના
તો કંગનાએ શનિવારે બ્રહ્માસ્ત્રને આપેલા નેગેટિવ રિવ્યુનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું, "જ્યારે તમે જૂઠ વેચવાનો પ્રયાસ કરો છો. કરણ જોહર લોકોને દરેક શોમાં રણબીર-આલિયાને બેસ્ટ એક્ટર અને અયાન મુખર્જીને જીનિયસ કહેવા માટે દબાણ કરે છે. લોકો ધીમે ધીમે આ જૂઠાણા પર વિશ્વાસ કરવા લાગ્યા છે. કરણે એક એવા દિગ્દર્શકને 600 કરોડ રૂપિયા આપ્યા હતા જેમણે તેની કારકિર્દીમાં કોઈ સારી ફિલ્મ બનાવી ન હતી.

KRKને જેલમાં ધકેલવામાં આવ્યો- કંગના
વધુમાં કંગનાએ જણાવ્યું હતું કે, 'હવે તેમનો જૂથવાદ તેમને જ કાપી રહ્યો છે. લગ્નથી બાળકનું પીઆર કરાવ્યું, મીડિયાના કંટ્રોલ કર્યું, કેઆરકેને જેલમાં નાખ્યા, રિવ્યુ ખરીદ્યા અને ટિકિટો પણ ખરીદી. આ લોકો બેઈમાનીથી ગમે તે હદ સુધી જઈ શકે છે, પરંતુ સારી અને પ્રામાણિક ફિલ્મ જ નથી બનાવતા. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે જે લોકો અયાન મુખર્જીને જીનિયસ કહે છે તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ.'​​​​​​

વૈશ્વિક સ્તરે આ ફિલ્મ 8000 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે.
'બ્રહ્માસ્ત્ર' ફિલ્મ ભારતમાં 5019 સ્ક્રીન અને ઓવરસીઝમાં 3894 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયો પાસે છે. 21 ફોક્સ સ્ટાર સ્ટુડિયોના ટાઇટલમાંથી ફોક્સને હટાવી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આ સ્ટુડિયોના નવા નામ સાથે રિલીઝ થનારી 'બ્રહ્માસ્ત્ર' પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું વિશ્વભરમાં ડિસ્ટ્રિબ્યુટ વોલ્ટ ડિઝની સ્ટુડિયો મોશન પિક્ચર ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. ભારતમાં 2049 સ્ક્રીન સહિત વૈશ્વિક સ્તરે 8000 સ્ક્રીન પર રિલીઝ થશે.