તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગના અનામતના વિરોધમાં:એક્ટ્રેસે કહ્યું, 'ગરીબીના આધારે અનામત મળે, બ્રાહ્મણોની સ્થિતિ જોઈને દુઃખી છું'

મુંબઈએક મહિનો પહેલા

કંગના રનૌત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગનાના કઝિન ભાઈ કરનના લગ્ન યોજાયા હતા. ત્યારબાદ કંગનાના સગા ભાઈ અક્ષતના પણ લગ્ન લેવાશે. જોકે, આ દરમિયાન કંગનાએ ફરી એકવાર જાતિવાદ પર ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો છે. આ પહેલા કંગનાએ ઓગસ્ટ મહિનામાં જાતિવાદ વિરુદ્ધ વાત કરી હતી.

કંગનાએ શું ટ્વીટ કરી?

કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'દેશમાં કોઈ પણ જાતિના આધારે નહીં પરંતુ ગરીબીને ધ્યાનમાં રાખીને અનામત આપવી જોઈએ. મને ખ્યાલ છે કે રાજપૂત ઘણી જ ખરાબ સ્થિતિમાં છે, પરંતુ જ્યારે બ્રાહ્મણોની સ્થિતિ અંગે વાંચુ છું તો ઘણું જ દુઃખ થાય છે.'

જાતિ વ્યવસ્થા પર કંગના શું માને છે?
કંગનાએ 23 ઓગસ્ટના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું, 'આધુનિક ભારતીયોએ જાતિગત વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો છે. નાના શહેરોમાં પણ દરેક લોકોને ખ્યાલ છે કે આ કાનૂન-વ્યવસ્થા બિલકુલ સ્વીકાર્ય નથી. જોકે, કેટલાંક લોકોને માટે આ ખુશીની વાત છે. માત્ર આપણું બંધારણ અનામતને માને છે. આને જવા દો. આ અંગે સાથે મળીને વાત કરીએ.'

દશેરના દિવસે સંજય રાઉત પર નિશાન સાધ્યું
જાતિવાદની ટ્વીટ બાદ કંગનાએ સોશિયલ મીડિયામાં ચાહકોને દશેરાની શુભેચ્છઆ પાઠવી હતી અને આ સાથે જ તેણે શિવસેના નેતા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાની ઓફિસની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મારું તૂટેલું સપનું તને જોઈને હસી રહ્યું છે. પપ્પુ સેના મારું ઘર તોડી શકે છે પરંતુ મારી હિંમતને નહીં. બંગલા નંબર 5 આજે અનિષ્ટ પર ઈષ્ટની ઉજવણી કરી રહ્યું છે. હેપ્પી દશેરા.'

9 સપ્ટેમ્બરે કંગનાની ઓફિસ તોડવામાં આવી હતી
BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને તોડફોડ કરી હતી. કહેવાય છે કે BMCએ 40 ટકા ભાગ તોડી પાડ્યો હતો. તોડફોડ વિરુદ્ધ કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. હાઈકોર્ટે હજી સુધી પોતાનો ચુકાદો આ કેસમાં આપ્યો નથી.

કંગનાએ 2017માં આ બંગલો ખરીદ્યો હતો
કંગનાએ પાલી હિલ સ્થિત આ બંગલો 2017માં ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બંગલાનું રિનોવેશનનું કામ પૂરું થયું હતું. કંગનાએ આ બંગલામાં ઓફિસ તથા ઘર એમ બંને બનાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો