કંગનાએ એક સમિટમાં કહ્યું હતું કે ભારતને અસલી આઝાદી 2014માં મળી છે. તેના આ નિવેદન પર ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કહ્યું હતું કે તે આ વિચારધારાને ગાંડપણ કહે કે પછી દેશદ્રોહ. ઉલ્લેખનીય છે કે વરુણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પોતાના જ ભાજપ પક્ષ વિરુદ્ધ બોલી રહ્યા છે. કંગનાના નિવેદનનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે, કારણ કે અનેક સેલેબ્સે કંગનાની આ વાતનો વિરોધ કર્યો છે.
નેશનલ મીડિયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને યાદ કરીને કહ્યું હતું, આ લોકોને ખ્યાલ હતો કે લોહી વહશે, પરંતુ આ હિંદુસ્તાની લોહી હોવું જોઈએ નહીં, તેમને આ અંગે ખબર હતી. તેમને પુરસ્કાર આપવો જોઈએ. એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણને 2014માં અસલી આઝાદી મળી છે.
વરુણે ટીકા કરી
ભાજપ સાંસદ વરુણે કંગનાના આ વાઇરલ વીડિયોને શૅર કરીને કહ્યું હતું, 'ક્યારેય મહાત્મા ગાંધીનાં બલિદાન અને તપસ્યાનું અપમાન, તેમના હત્યારા પ્રત્યે સન્માન અને હવે મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી તથા અન્ય લાખો સ્વાતંત્ર્યસૈનાનીઓનાં બલિદાનનો આ રીતે તિરસ્કાર. હું આ વિચારાધારને ગાંડપણ કહું કે પછી દેશદ્રોહ.'
કમાલ ખાને પણ પોસ્ટ શૅર કરી
ક્રિટિક તથા એક્ટર કમાલ રાશિદ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મૂર્ખ કંગના રણૌતે કહ્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી નહોતી! એ વખતની આઝાદી ભીખ હતી. ખરી રીતે ભારતને 2014માં આઝાદી મળી હતી. આજે ભગત સિંહ, ઉધમ સિંહ વગેરે તમામ સ્વાતંત્ર્યસૈનાની આ સાંભળીને સ્વર્ગમાં રડતા હશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.