તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાએ અખલાક હત્યાકાંડની યાદ અપાવી:દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને આડેહાથ લેતાં કહ્યું- આશા છે કે રિંકુ શર્મા પરિવારને પણ મળવા જશે

મુંબઈ21 દિવસ પહેલા

રિંકુ શર્મા હત્યાકાંડ અંગે કંગના રનૌતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા છે. કંગનાએ કેજરીવાલની છ વર્ષ જૂની સો.મીડિયા પોસ્ટ રી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તે મોહમ્મદ અખલાકના પરિવારને મળવા જાય છે. 2015માં નોઈડાના દાદરીમાં ઘરમાં ગૌમાંસ હોવાના આક્ષેપમાં ભીડે 52 વર્ષીય મોહમ્મદ અખલાકની હત્યા કરી હતી.

આશા છે કે રિંકુના પરિવારને પણ મળશેઃ કંગના
કંગનાએ પોસ્ટમાં કહ્યું હતું, 'ડિયર અરવિંદ કેજરીવાલજી, મને આશા છે કે તમે રિંકુ શર્માના પરિવારને મળીને તેમનું સમર્થન કરશો. તમે રાજનેતા છો. આશા છે કે તમે રાજ્યનેતા પણ બનશો.'

કંગનાએ રિંકુના હત્યારાઓને શિયાળ કહ્યા
કંગનાએ રિંકુ શર્માની હત્યા કરનાર આરોપીઓ અંગે કહ્યું હતું, '6 લોકોએ તેના ઘર પર હુમલો કર્યો. તેને પકડ્યો અને શિયાળના એક ગ્રુપે એક સાથે તેની પર હુમલો કરી દીધો અને તેની પીઠમાં ચાકુ માર્યું. આ એક હિંદુની શક્તિ છે. રિંકુ મહાન હિંદુ છે, જે સભ્યતા માટે શહીદ થઈ ગયો.'

'તે પોતાના રામને પ્રેમ કરતો હતો'
કંગનાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, 'પોતાના ભવિષ્ય માટે ભક્તિ, વિશ્વાસ તથા ચમકતા સપનાઓથી ભરેલી આ યુવાન તથા તેની માસૂમ આંખોને જુઓ. તેણે કોઈના ભગવાનનું અપમાન કર્યું નથી. તે તો પોતાના રામને પ્રેમ કરતો હતો અને તેની પૂજા કરતો હતો...આ ધર્મનિરપેક્ષ ભારત છે.'

'દેશની ધર્મનિરપેક્ષતા તમને જોઈ રહી છે'
કંગનાએ કહ્યું હતું, 'આ દેશની ધર્મનિરપેક્ષતા તમારા ચહેરા સામે જોઈ રહી છે. આ દેશના એવા લોકોને શરમ આવવી જોઈએ, જે ધર્મનિરપેક્ષતાના નામ પર ક્રૂરતાને પ્રોત્સાહન આપે છે.'

બુધવારે રિંકુ શર્માની હત્યા થઈ
બુધવાર, 10 ફેબ્રુઆરીની રાત્રે ચાર લોકોએ 25 વર્ષીય રિંકુની તેના ઘરની બહાર ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ આ કેસને અંગત અદાવતનો ગણાવી રહી છે તો વિશ્વ હિંદુ પરિષદ સહિત હિંદુવાદી સંગઠનો માને છે કે રિંકુ રામમંદિર માટે પૈસા ભેગા કરતો હતો અને તેથી જ તેની હત્યા કરવામાં આવી. પોસીસના મતે, ચાર આરોપીઓ ઝાહિદ, મેહતાબ, દાનિશ તથા ઈસ્લામની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો