તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરવ્યૂમાં કંગનાનો આકરા વેણ:એક્ટ્રેસ બોલી- બોલિવૂડે સુશાંત-સારાનું બ્રેકઅપ કરાવ્યું, ઓફિસમાં થયેલી તોડફોડ પર કહ્યું- મને લાગ્યું કે મારી પર રેપ થયો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • BMC કાર્યવાહી પર કંગનાએ કહ્યું, એવું લાગ્યું કે કોઈએ મારો રેપ કર્યો હોય

કંગના રનૌતે કહ્યું હતું કે કરીના કપૂરે પોતાની સાવકી દીકરી સારા અલી ખાનને કહ્યું હતું કે તે પોતાની પહેલી ફિલ્મના કો-એક્ટર (સુશાંત સિંહ રાજપૂત)ને ડેટ ના કરે. કંગનાએ આ વાત એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. કંગનાએ આ દરમિયાન પણ એમ કહ્યું હતું કે મીડિયાના એક સેક્શન તથા બોલિવૂડે સુશાંત-સારાનું બ્રેકઅપ કરાવ્યું હતું. આ સુસાઈડ ગેંગે તેને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે.

રિયા ચક્રવર્તીના સપોર્ટર્સને કહ્યું, 'રોટી પર પલનેવાલે'
ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે આખરે એવું તો શું છે કે રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ અનેક બોલિવૂડ સેલેબ્સ તેના સમર્થનમાં સામે આવવા લાગ્યા? જવાબમાં કંગનાએ કહ્યું હતું કે જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે, તેમાંથી એક પણ સેલ્ફ ઈન્ડિપેડન્ટ નથી. બધા જ પાલતુ છે અને બીજાના ભોજન પર આધારિત છે.

ભોજન મળ્યા બાદ પૂરી ગેંગ એક જ દિશમાં શરૂ થાય છે. આ લોકોને માત્ર એક રોટલીમાં ખરીદી શકાય છે. આ વાતને બદલવાની જરૂર છે. હું ભારતમાં એવા અનેક લોકોને ઓળખું છું, જે કામ નથી કરતા પરંતુ તેમને સમાજમાંથી ભાડું મળી જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજી લોકોએ માઈ-બાપ બનાવીને રાખ્યા છે.

એક જ મેસેજ તમામને ફોરવર્ડ કરવામાં આવે છે. નહીંતર બધા જ એક પ્રકારનો મેસેજ કેમ લખે? જો બે અલગ-અલગ ટ્વીટ હોય તો તેમની ટ્વીટ પણ અલગ હોવી જોઈએ, આમની કેન્ડર માર્ચ, પ્લેકાર્ડ, નારેબાજી પણ એક જેવી હોય છે. આ કોણ આપે છે? આ લોકોના માઈ-બાપ કોણ છે? ક્યાંથી ભોજન મળી રહ્યું છે? તેમને ન્યૂ ઈન્ડિયા વિશે જાણવાની જરૂર છે. આ આત્મસન્માન, વાસ્તિવક મૂલ્યો તથા ભારતવાસી હોવા પર ગર્વ કરવા અંગે છે.

''જ્યારે ઓફિસ તોડવામાં આવી તો લાગ્યું કે મારો રેપ થયો છે?
કંગનાએ ઈન્ટરવ્યૂમાં પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ કાર્યવાહી બાદ તેને એવું લાગ્યું કે તેનો રેપ થયો છે, તેની સાથે હિંસા થઈ છે. કંગનાએ કહ્યું હતું, 'હું ચાર દિવસ મુંબઈમાં રહી પરંતુ સતત ધમકીઓ મળી, અપમાન, ગાળો અને એક પછી એક કેસ થતા હોવાને કારણે હું સૂઈ શકી નહીં. મને લાગે છે કે તે તેમના કર્મોનું પરિણામ નક્કી થશે, પરંતુ હું કાયદાકીય રીતે તેમની પાસેથી વળતર માગીશ. હાલમાં તેઓ પોતાને મહારાષ્ટ્રના મહારાજા સમજે છે, પરંતુ તેઓ ત્યાં અન્ય કોઈના સારા કર્મોને કારણે પહોંચ્યા છે.'

અન્ય સમાચારો પણ છે...