ટ્રોલિંગ પછી કંગનાની ચોખવટ:પહેલાં તાપસી પન્નુને ‘શી-મેન’ કહ્યું, સો. મીડિયા યુઝર્સ ભડક્યા તો બોલી-આ તો એના માટે કૉમ્પલિમેન્ટ હતું

6 મહિનો પહેલા
કંગના-તાપસી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય છે
  • કંગનાએ તાપસીને પોતાની સસ્તી કૉપી ગણાવી હતી
  • કંગના અવારનવાર સો.મીડિયામાં તાપસી પન્નુને આડેહાથ લેતી હોય છે, જેનો જડબાતોડ જવાબ તાપસી આપે છે

તાપસી પન્નુને સસ્તી કોપી કહી ચૂકેલી કંગનાએ ફરીથી તેના પર નિશાન તાક્યું છે. આ વખતે તેણે શી-મેન શબ્દનો ઉપયોગ કર્યો છે. આ શબ્દને લીધે સોશિયલ મીડિયામાં કંગનાને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. આ જોઈને કંગનાએ ચોખવટ કરી છે કે તેણે શી-મેન કહીને તાપસીનું અપમાન કર્યું નહોતું પણ તેને કૉમ્પલિમેન્ટ આપ્યું હતું.

અહીંથી શરુઆત થઇ
અર્બન ડિક્શનરી નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફની અંદાજમાં તાપસી માટે એક પોસ્ટ કરવામાં આવી, પોસ્ટમાં લખ્યું હતું, તાપસી બોલિવૂડમાં સડસડતો જવાબ આપવા માટે ફેમસ એક્ટ્રેસ છે. તેને ઇન્ડિયન સુપરસ્ટાર અને પદ્મશ્રીથી સન્માનિત કંગના રનૌત સસ્તી કોપી પણ કહે છે. તે પપ્પુ ગેંગની મેમ્બર પણ છે. તાપસી પન્નુ કંગનાનું વોલમાર્ટ વર્ઝન છે.

એ પછી કંગનાની કમેન્ટ અને ટ્રોલિંગ શરુ
કંગનાએ આ પોસ્ટ જોઇને મજાક ઉડાવતા લખ્યું, હાહાહા, શી-મેન આજે બહુ ખુશ થશે. આ કમેન્ટ વાંચીને યુઝર્સે કંગનાને ટ્રોલ કરવાની શરુ કરી. એક યુઝરે લખ્યું, કંગના આવા ટ્વીટ ના કર. અમે બધા તને પ્રેમ કરીએ છીએ અને તને કોઈ તકલીફમાં પણ જોઈ શકતા નથી. બીજા યુઝરે લખ્યું, કંગનાની બોલાચાલી સાચે ખરાબ છે.

કંગનાએ શું ચોખવટ કરી?
કંગનાએ નયનદીપ રક્ષિત નામના સોશિયલ મીડિયા યુઝરની કમેન્ટ પર ચોખવટ કરતા કહ્યું, શી-મેન હોવું ચીપ છે? આટલો કઠોર તું. મને લાગે છે કે આ તાપસીના ટફ લુક માટે એક કૉમ્પલિમેન્ટ છે. મને ખબર નથી પડતી કે તું કેમ આટલું નેગેટિવ વિચારે છે?

તાપસી પન્નુએ કહ્યું, થેંક્યુ તો કંગના કટાક્ષમાં બોલી- આ વિમલ ઈલાયચી ફિલ્મફેર અવૉર્ડ તું જ ડિઝર્વ કરે છે
તાપસી પન્નુએ જ 'થપ્પડ' માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ જીત્યો હતો. અવૉર્ડ મળ્યા બાદ તાપસીએ સ્ટેજ પર સ્પીચ આપી હતી. આ સ્પીચમાં આ એક્ટ્રેસે અનેક લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તાપસીએ દીપિકા પાદુકોણ, જાન્હવી કપૂર, વિદ્યા બાલનની સાથે સાથે કંગના રનૌતને પણ થેંક્યુ કહ્યું હતું. આ તમામ એક્ટ્રેસિસ બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ હતી. તાપસીનો આ વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો જોઈને કંગનાએ સો.મીડિયામાં તાપસીના થેંક્યુ પર કટાક્ષમાં જવાબ આપ્યો છે.

શું કહ્યું કંગનાએ?
કંગનાએ તાપસીના આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આભાર તાપસી, વિમલ ઈલાયચી ફિલ્મફેર અવૉર્ડ તું જ ડિઝર્વ કરે છે. તારા કરતાં વધારે કોઈ ડિઝર્વ કરતું નથી.'

કંગનાના આ જવાબ પર સો.મીડિયા યુઝર્સે અનેક તર્ક કર્યા છે. કેટલાક યુઝર્સ આને કંગનાનું મોટાપણું ગણાવી રહ્યા છે. તો કેટલાક કહે છે કે જે અંદાજમાં કંગનાએ જવાબ આપ્યો એ રીતે તેણે તાપસીને આડેહાથ લીધી છે.

કંગના-તાપસી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય છે
કંગનાએ તાપસીને પોતાની સસ્તી કૉપી ગણાવી હતી. કંગના અવારનવાર સો.મીડિયામાં તાપસી પન્નુને આડેહાથ લેતી હોય છે; સામે તાપસી પણ જડબાતોડ જવાબ આપતી હોય છે.