ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ:કંગનાની વિવાદિત પોસ્ટ, બંગાળમાં ગુંડાઈને મારવા સુપર ગુંડાઈની જરૂર, મોદી વર્ષ 2000વાળું વિરાટ રૂપ બતાવી તેને વશમાં લે

મુંબઈ8 મહિનો પહેલા
  • કંગનાએ કહ્યું, આ ધર્મ પર અધર્મનો વિજય છે
  • પં બંગાળ પરની વિવાદિત પોસ્ટને કારણે કંગના પર ફરી કેસ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે. કંગનાએ પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે રાક્ષસને વશમાં કરવા માટે મોદીજીએ વર્ષ 2000વાળું વિરાટ રૂપ બતાવે તે જરૂરી છે.

વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પ.બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકાતા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શૅર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

કંગનાએ શું કહ્યું હતું?
પં. બંગાળની ચૂંટણી બાદ કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું, 'પ.બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.'

અન્ય એક પોસ્ટમાં મોદીને વિરાટરૂપ ધારણ કરવાનું કહ્યું હતું
કંગનાએ કહ્યું હતું, આ ભયાનક છે. આપણે ગુંડાઈને મારવા માટે સુપર ગુંડાઈની જરૂર છે. તે એક રાક્ષસની જેમ છે. મોદીજી તેમને વશમાં કરવા માટે મહેરબાની કરીને પોતાનું વર્ષ 2000 વાળું વિરાટ રૂપ બતાવો.

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જોકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે.

ટ્વિટરના છેલ્લાં વીડિયોમાં કંગના રડતી જોવા મળી હતી
ટ્વિટર પર શૅર કરવામાં આવેલા છેલ્લાં વીડિયોમાં કંગના રડતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું, 'મિત્રો, આપણે બધા જોઈ રહ્યાં છીએ કે બંગાળથી સૌથી ડિસ્ટર્બ કરનારા સમાચાર આવી રહ્યાં છે. વીડિયો તથા ફોટોઝ આવે છે. લોકોની હત્યા થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે. ઘરોને સળગાવવામાં આવી રહ્યાં છે અને એક પણ લિબરલ કંઈ બોલતા નથા.' કંગનાએ દાવો કર્યો હતો કે કોઈ પણ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ આને કવર કરતું નથી. તેણે કહ્યું હતું, 'ખબર નથી પડતી કે તેમની ભારત માટે શુ કોન્સપિરેસી છે? તે આપણી સાથે શું કરવા માગે છે. હિંદુ એટલા સસ્તા છે કે કોઈ પણ બહુ જ મોટી કોન્સપિરેસીનો આપણે શિકાર થઈ જઈએ.'

ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ બોલી હતી
ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગનાએ બેફામ રીતે સો.મીડિયામાં બોલિવૂડ તથા શિવસેના સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. આ જ કારણોસર કંગના શિવસેનાની આંખે ચઢી હતી.

કંગના શા માટે શિવસેનાના નિશાના પર આવી?

  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસની માગ હોય કે પછી મુંબઈ પોલીસની તપાસ પર આંગળી ચિંધવાની હોય, કંગના આ બધામાં સૌથી આગળ રહી છે. આ વાત પર મહારાષ્ટ્રમાં સરકાર ચલાવતી શિવસેના નારાજ હતી.
  • કંગનાએ ભાજપ નેતા રામ કદમની એક ટ્વીટને રીટ્વીટ કરીને 30 ઓગસ્ટે લખ્યું હતું, 'મને મૂવી માફિયાના ગુંડાઓને બદલે હવે મુંબઈ પોલીસનો વધુ ડર લાગી રહ્યો છે. મુંબઈમાં મને હિમાચલ પ્રદેશ અથવા કેન્દ્ર સરકારની સુરક્ષા જોઈએ.'
  • આ અંગે સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, 'અમે તેમને અપીલ કરીએ છીએ કે તેઓ મુંબઈ ના આવે. આ બીજું કંઈ નહીં પણ મુંબઈ પોલીસનું અપમાન છે. ગૃહમંત્રાલયે આ અંગે જરૂર કાર્યવાહી કરવી જોઈએ.'
  • આના પર કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'મારે મુંબઈ આવવાની જરૂર નથી. મને ખુલ્લી ધમકી આપવામાં આવી, મુંબઈ મને PoK જેવું કેમ લાગે છે?'
  • ત્યારબાદ તો શિવસેનાએ કંગના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અનેક જગ્યાએ તેના પોસ્ટર પર ચંપલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. હવે તો શિવસેનાની સોશિયલ મીડિયા વિંગે કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા માટે ફરિયાદ કરી છે.
  • આટલું જ નહીં BMCએ પણ કંગનાની મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. એક્ટ્રેસની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની નોટિસ લગાવીને 24 કલાકમાં જવાબ માગ્યો છે. તોડફોડ કરવાની ખુલ્લી ધમકી પણ આપી દીધી છે.
  • કંગના ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી હતી. આ જ દિવસે BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટે સરકારની ઝાટકાણી કાઢી હતી.

આ કારણે કંગનાને Y+ કેટેગરીની સુરક્ષા મળી છે
કંગના હાલમાં પોતાના ગૃહરાજ્ય હિમાચલમાં છે. કંગનાએ રાજ્ય સરકારને સુરક્ષા આપવાની ભલામણ કરી હતી. રાજ્યની ભાજપ સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે રાજ્યની બહાર કંગનાને સુરક્ષા આપવામાં આવે. ગૃહ મંત્રલાયે આ ભલામણ સ્વીકારીને મંજૂરી આપી હતી. આથી જ કંગનાને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જેમાં 11થી 22 PSO સામેલ હોય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કંગનાના PSO માટે એક એસ્કોર્ટ વાહન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...