તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદિત કમેન્ટ પર એક્શન:ખેડૂતોને આતંકી કહેવા પર ટ્વિટરે કંગના રનૌતના ઘણા ટ્વીટ ડિલીટ કર્યા, ગ્રેટા થનબર્ગ પર દિલ્હીમાં FIR

એક મહિનો પહેલા

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે એક્ટ્રેસ કંગના રનૌતના અમુક ટ્વીટ હટાવી દીધા છે. આ ટ્વીટ્સને હેટ સ્પીચ સાથે જોડાયેલા ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 કલાકમાં એક્ટ્રેસના ટ્વિટર હેન્ડલથી 4 ટ્વીટ ડિલીટ થઇ ગયા છે. કંગના વિરુદ્ધ આ જાણકારી તેની તે પોસ્ટ બાદ થઇ જેમાં તેણે ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાની ખેડૂત આંદોલનવાળી પોસ્ટ પર ગમે તેમ બોલ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર ટ્વિટર કંગનાના હેન્ડલ પર નજર રાખીને બેઠા છે. જો આ જ રીતે વિવાદિત ટ્વીટ કરતી રહી તો તેનું અકાઉન્ટ બંધ પણ થઇ શકે છે.

બીજી તરફ ખેડૂત આંદોલનના સપોર્ટમાં ટ્વીટ કરનારી સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પર દિલ્હી પોલીસે FIR ફાઈલ કરી છે. આરોપ છે કે ગ્રેટાએ નવા કૃષિ નિયમ વિરુદ્ધ ઘણા વાંધાજનક ટ્વીટ કર્યા હતા. આ ટ્વીટ્સ પાછળ કોઈ ઇન્ટરનેશનલ ષડયંત્રની તપાસ માટે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

રોહિત શર્મા પર કરેલું ટ્વીટ પણ ડિલીટ કર્યું
ટ્વિટરે કંગનાનું તે ટ્વીટ પણ ડિલીટ કરી દીધું છે, જેમાં તેણે રોહિત શર્મા અને બાકી ક્રિકેટર્સને ધોબીનો કૂતરો કહ્યો હતો. રોહિત શર્માએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે દેશની ભલાઈમાં ખેડૂતનું મહત્ત્વનું યોગદાન છે અને બધા મળીને સમસ્યાનું નિરાકરણ કાઢીશું.

જવાબમાં કંગનાએ લખ્યું હતું, 'આ બધા ક્રિકેટર્સ ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો જેવું કેમ સાઉન્ડ કરી રહ્યા છે. ખેડૂત તે નિયમનો વિરોધ કેમ કરી રહ્યા છે, જે તેમની ભલાઈ માટે બનાવવામાં આવ્યા છે. ઉપદ્રવ ફેલાવનારા આ બધા આતંકવાદી છે. એમ કહો ને, આટલો ડર કેમ લાગે છે?'

તો શું આ છે ટ્વીટ ડિલીટ થવાનું કારણ?
શિરોમણી અકાલી દળના પૂર્વ નેતા મંજીત સિંહ જીકેએ ટ્વિટરને લીગલ નોટિસ મોકલીને કંગના રનૌતના ટ્વિટર અકાઉન્ટને તાત્કાલિકપણે બંધ કરવાની માગ કરી છે. તેણે નોટિસમાં લખ્યું છે કે કંગનાની પોસ્ટ ફેક્ચ્યુઅલી ખોટી છે. આ ન માત્ર ખેડૂતો, પણ તેની સાથે જોડાયેલા સમગ્ર સીખ સમાજને નુકસાન પહોંચાડે છે.

વકીલ નગીન્દર બેનીવાલ મારફતે મોકલવામાં આવેલી નોટિસમાં પોપ સિંગર રિહાનાની પોસ્ટ પર કંગનાએ કરેલી વિવાદિત કમેન્ટનો હવાલો આપવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે કંગના તેની પોપ્યુલારિટીનો યુઝ ખેડૂતો અને સીખ સમુદાયનું અપમાન કરવા માટે કરી રહી છે. તેણે તેમને આતંકવાદી કહીને એન્ટિ નેશનલ જાહેર કરી દીધા છે.

બેનીવાલે નોટિસમાં કહ્યું છે કે તેમના ક્લાયન્ટને દેશની એકતા, ખેડૂતો અને સીખ સમુદાયની ચિંતા છે. તે તેની સુરક્ષા માટે ગંભીર છે. તે ખેડૂતો વિરુદ્ધ આ પ્રકારની માનહાની ભરેલા અસત્ય અને દુર્ભાવનાપૂર્ણ સ્ટેટમેન્ટ નહીં સ્વીકારે.

નોટિસમાં ટ્વિટરને ધમકી આપવામાં આવી છે કે જો કંગનાનું વિવાદિત ટ્વીટ નહીં હટાવવામાં આવે અને તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેને પણ માનહાની માટે જવાબદાર ગણવામાં આવશે અને તેના વિરુદ્ધ યોગ્ય લીગલ એક્શન લેવામાં આવશે.

શું હતી રિહાનાની પોસ્ટ અને કંગનાની કમેન્ટ
ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ મંગળવારે ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી હતી. એક રિપોર્ટની લિંક શેર કરીને રિહાનાએ ઇન્ટરનેટ બેન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું હતું, 'કોઈપણ આ બાબતે વાત કેમ નથી કરતું?' તેની કમેન્ટ પર જવાબ આપતા બુધવારે કંગનાએ લખ્યું હતું, 'તે ખેડૂત નથી આતંકી છે. તે દેશને ડિવાઇડ કરવાની ટ્રાય કરી રહ્યા છે, જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી લે, જેવું તેને અમેરિકામાં કર્યું. તમે મૂર્ખ છો, એટલે ચૂપ રહો. અમે તમારી જેમ અમારા દેશને નહીં વેચીએ.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો