સુશાંત સુસાઈડ કેસ:કંગના ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘી પર ભડકી, કહ્યું- જ્યારે સુશાંત પર દુષ્કર્મનો આક્ષેપ મૂકવામાં આવ્યો ત્યારે મિત્રતાની વાતો કેમ ના કરી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાન બાદથી જ કંગના રનૌતની ઑફિશિયલ ટીમ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે તો કંગના પણ ઈન્ટરવ્યૂમાં નેપોટિઝ્મ, કેમ્પ, ફેવરટિઝ્મ વિરુદ્ધ અવાજ ઊઠાવી રહી છે. કંગનાએ અનેક બોલિવૂડ એક્ટ્રેસ તથા દિગ્ગજોને લઈ બેફામ નિવેદનો આપ્યા છે. હવે કંગનાએ સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીને આડેહાથ લીધી હતી. આ ફિલ્મ 24 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. 

કંગના એક્ટ્રેસ સંજના પર ભડકી
કંગનાએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સુશાંત તથા સંજના પર લખવામાં આવેલા જૂના આર્ટિકલની લિંક શૅર કરી હતી. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે સંજનાને સુશાંતનું એક્સ્ટ્રા ફ્રેન્ડલી વર્તન બિલકુલ પસંદ નહોતું અને તેણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દીધું હતું. 

આ આર્ટિકલ શૅર કરીને કંગનાએ કહ્યું હતું, અનેક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતે સંજના પર દુષ્કર્મ કર્યું હતું. તે સમયે આ પ્રકારના સમાચારો સામાન્ય થઈ ગયા હતા અને ત્યારે સંજના કેમ કંઈ બોલી નહોતી. સુશાંત જ્યારે જીવતો હતો ત્યારે તેણે પોતાની મિત્રતાનાં કેમ એક પણ કિસ્સા કહ્યાં નહીં. મુંબઈ પોલીસ તપાસ કરે.

સુશાંત પર MeToo પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો
2018માં જ્યારે બોલિવૂડમાં MeTooની શરૂઆત થઈ ત્યારે સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ આવ્યું હતું. અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સુશાંતે પોતાની ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘી સાથે ગેરવર્તન અને સેકસ્યુલ હેરેસમેન્ટ કર્યું હતું.

સંજનાએ સ્પષ્ટતા આપી હતી
2018માં સોશિયલ મીડિયામાં સંજનાએ ખુલાસો કરતાં કહ્યું હતું, હું આ વાત સ્પષ્ટ કરવા માગીશ કે ‘દિલ બેચારા’ના સેટ પર મારી સાથે કોઈ ગેરવર્તણૂક અને સેકસ્યુલ હેરેસમેન્ટ જેવી ઘટના બની નહોતી. આ તમામ પાયાવિહોણા સમાચાર પર હવે પૂર્ણવિરામ મૂકો.

અન્ય સમાચારો પણ છે...