હાલમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલુ છે. સરવેમાં હિંદુ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું છે. મુસ્લિમ પક્ષે એવો બચાવ કર્યો છે કે તે ફુવારો છે. હાલમાં આ કેસ કોર્ટમાં છે. આ અંગે હવે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ વાત કરી છે. કંગના પોતાની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ની ટીમ સાથે અહીંયા આવી હતી. કંગનાએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
શું કહ્યું કગનાએ?
કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં જ્ઞાનવાપી મસ્જિદ અંગે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે જે રીતે મથુરાના કણ કણમાં શ્રીકૃષ્ણ છે, જે રીતે અયોધ્યાના કણ કણમાં શ્રીરામ છે તે જ રીતે કાશીના કણ કણમાં મહાદેવ છે. તેને કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી. હર હર મહાદેવ.'
કંગનાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
કંગનાએ બનારસમાં પૂજા કરતી તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્ત સહિત પૂરી ટીમ જોવા મળી હતી. 'ધાકડ' ફિલ્મ 20 મે, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
પ્રમોશન દરમિયાન અર્જુનની જીભ લપસી
'ધાકડ'ના પ્રમોશનમાં પહેલી જ વાર અર્જુન રામપાલ વારાણસી આવ્યો હતો. આ દરમિયાન તે એવું બોલી ગયો હતો કે તેનું ઘણું જ સારું દુર્ભાગ્ય છે કે તે અહીંયા આવ્યો. તેને અહીંયા આવીને ઘણું જ સારું લાગ્યું છે. તે હવે પરિવાર સાથે આવશે અને વધુ સમય પસાર કરશે.
'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલમાં
કંગનાએ એક્શન થ્રિલર ફિલ્મ 'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને રજનીશ ઘાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અર્જુન રામપાલ તથા દિવ્યા દત્તા લીડ રોલમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.