તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રોલ:કંગના ડબિંગ સ્ટૂડિયોની બહાર માસ્ક વગર જોવા મળી, યુઝર્સે કહ્યું- શું મગજની સાથે સાથે માસ્ક પણ ખોઈ નાખ્યો

મુંબઈ4 મહિનો પહેલા

કંગના 'થલાઈવી' રિલીઝની રાહ જોઈ રહી છે. હાલમાં જ એક્ટ્રેસ મુંબઈના ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળી હતી. આ ક્ષણનો વીડિયો સો.મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં કંગના કારમાંથી માસ્ક વગર બહાર આવતી જોવા મળી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. જોકે, આ વીડિયો પર યુઝર્સે અનેક સલાહો આપી છે.

સો.મીડિયા યુઝર્સે પૂછ્યું- માસ્ક ક્યાં છે?
સો.મીડિયા યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'શું મગજની સાથે તેણે પોતાનો માસ્ક પણ ખોઈ નાખ્યો છે.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી, 'માસ્ક ના પહેર્યો તો તેને દંડ કરો. શું તે બીજા નાગરિક કરતાં અલગ છે.' અન્ય એકે કહ્યું હતું, 'માસ્ક ક્યા છે જ્ઞાનની દેવી. બીજાને માત્ર સલાહ જ આપવાની.' અન્ય યુઝરે કહ્યું હતું, 'લાગે છે કે ભાજપે ગેરકાયદેસર રીતે વેક્સિન આપી દીધી લાગે છે. તેને Y+ સિક્યોરિટી આપી રાખી છે, કારણ કે કોઈ આટલું બેજવાબદાર કેવી રીતે હોઈ શકે કે મીડિયાની સામે પણ માસ્ક ના પહેરે.'

ઉદ્ધવ ઠાકરેને આડેહાથ લીધા હતા
કોરોનાવાઈરસના વધતા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે 30 એપ્રિલ સુધી વીકેન્ડ લૉકાઉડન તથા વીકડેઝમાં નાઈટ કર્ફ્યૂ (રાતના 8થી સવારના 7 સુધી)ની જાહેરાત કરી હતી. આ મિની લૉકડાઉનને કારણે પ્રાઈવેટ ઓફિસ તથા સલૂન સહિત થિયેટર પણ બંધ રહેશે. આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ એક્ઝિબિટર્સની સાથે મીટિંગ કરી હતી. થિયેટર બંધ કરવા પર કંગનાએ ઠાકરેને આડેહાથ લીધા હતા.

શું કહ્યું કંગનાએ?
કંગનાએ કહ્યું હતું, 'આ મીટિંગ પછી તેમણે થિયેટર મહિના માટે બંધ કરી દીધા. ધિક્કાર છે. વાઈરસના ટ્રાન્સમિશનને રોકવા માટે દુનિયાના સૌથી સારા મુખ્યમંત્રી અઠવાડિયા માટે પૂરી રીતે લૉકડાઉન કેમ જાહેરા નથી કરતાં? આ આંશિક લૉકડાઉન વાઈરસને નહીં, પરંતુ બિઝનેસને રોકી રહ્યું છે.'

'થલાઈવી' 23 એપ્રિલે રિલીઝ થશે
એ એલ વિજયના ડિરેક્શનમાં બનેલી 'થલાઈવી' તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. આ ફિલ્મ સાઉથમાં 23 એપ્રિલે રિલીઝ થશે, તેમ માનવામાં આવે છે. હિંદી માર્કેટમાં રિલીઝ ડેટ ચેન્જ થઈ શકે છે.