તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાની ઓફિસમાં તોડફોડનો કેસ:કંગના રનૌતની યાચિકા પર બોમ્બે હાઇકોર્ટે સુનાવણી પૂરી કરી નિર્ણય સુરક્ષિત રાખી લીધો, એક્ટ્રેસે BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કંગના રનૌતે તેના એક સ્ટેટમેન્ટમાં મુંબઈની સરખામણી POK સાથે કરી હતી. ત્યારબાદ આખો વિવાદ શરૂ થયો હતો.
  • સોમવારે હાઇકોર્ટે બંને પક્ષોના સબમિશન સ્વીકાર્યા
  • 9 સપ્ટેમ્બરે BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી

BMC દ્વારા કંગનાની ઓફિસમાં થયેલા તોડફોડ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઈ છે. જસ્ટિસ એસ જે કથાવાલા અને જસ્ટિસ આર આઈ ચાગલાની બેન્ચે સોમવારે બંને પક્ષોના લેખિત સબમિશન સ્વીકારી લીધા છે. દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તેનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.

શું છે કંગનાની દલીલ?
કંગનાના વકીલ વીરેન્દ્ર સરાફે યાચિકામાં આરોપ લગાવ્યો હતો કે BMCએ તેની ઓફિસમાં તોડફોડ ખરાબ હેતુ સાથે કરી છે. તેમનું કહેવું છે કે કંગનાએ મુંબઈ પોલીસ વિરુદ્ધ કમેન્ટ કરી હતી ત્યારબાદ મહારાષ્ટ્રની શિવસેના સરકારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી.

એક્ટ્રેસે કોર્ટને આગ્રહ કર્યો કે તેની બિલ્ડિંગના એક ભાગને પાડી દેવાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMCને તેને વળતર તરીકે 2 કરોડ રૂપિયાનો આદેશ આપવામાં આવે.

BMCએ બચાવમાં શું કહ્યું?
BMCએ લેખિત એફિડેવિટમાં ખરાબ હેતુ અને અંગત વેરની ભાવનાથી કાર્યવાહી કરવાની વાતને નકારી દીધી છે. BMCએ એવું પણ કહ્યું કે કંગના દ્વારા બંગલાના આંશિક ભાગને પાડ્યા બદલ વળતર તરીકે માગવામાં આવેલા 2 કરોડ રૂપિયા વિચાર યોગ્ય નથી.

બંગલાને 40% પાડી દેવાયો હતો
8 સપ્ટેમ્બરે BMCએ કંગનાની ઓફિસ પર નોટિસ લગાવી હતી અને ગેરકાયદેસર બાંધકામને લઈને 24 કલાક અંદર જવાબ માગ્યો હતો. પરંતુ બીજે દિવસે કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ ઓફિસમાં તોડફોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું.

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો