તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરાઠી મુલગી બની કંગના:પેઠણી સાડી પહેરીને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી કંગના રનૌત, સોશિયલ મીડિયા પર ફોટો વાઇરલ થયો

2 મહિનો પહેલા

એક્ટ્રેસ કંગના રનૌત મંગળવારે તેની બહેન રંગોલી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ગણેશ જીના દર્શન કરવા પહોંચી. જેના અમુક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે કંગનાએ મહારાષ્ટ્રીયન પેઠણી સાડી પહેરી છે વાળમાં ગજરો પણ લગાવ્યો છે. આ લુકમાં તે એકદમ મરાઠી મુલગી જેવી લાગી રહી છે. કંગનાએ આ દરમ્યાન માસ્ક પણ પહેર્યું હતું. તે સિક્યોરિટી સાથે મંદિર પહોંચી હતી.

કંગના એક દિવસ પહેલાં જ તેના ઘર મનાલીથી મુંબઈ પરત ફરી છે. તે સોમવારે રંગોલી અને ભત્રીજા પૃથ્વીરાજ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ દરમ્યાન પણ તેની સાથે ઘણા સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા.

104 દિવસ પછી મુંબઈ પરત ફરી કંગના રનૌત
કંગના 104 દિવસ પછી મુંબઈ પરત ફરી છે. આ પહેલાં શિવસેના સાથેના વિવાદને લઈને કંગના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી Y-plus સિક્યોરિટી સાથે 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી. પાંચ દિવસ મુંબઈમાં રહ્યા બાદ તે 14 સપ્ટેમ્બરે મનાલી રવાના થઇ હતી.

કંગનાની 'થલાઈવી' ટૂંક સમયમાં રિલીઝ થશે
કંગના છેલ્લા થોડા દિવસથી મનાલીમાં પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહી હતી. હવે નવું વર્ષ શરૂ થતા પહેલાં કંગના મુંબઈ પરત ફરી છે. આ પહેલાં કંગના તેની અપકમિંગ ફિલ્મ 'થલાઈવી' (જયલલિતાની બાયોપિક)ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ માટે કંગનાએ તેનું વજન પણ વધાર્યું હતું. એ. એલ વિજય આ ફિલ્મના ડિરેક્ટ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કંગના હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગની તૈયારી કરી રહી છે. આ સ્પાઇ થ્રિલર ફિલ્મમાં કંગના એક ફિમેલ સ્પાઇના રોલમાં છે. શુક્રવારે કંગનાએ ફિલ્મની તૈયારીઓના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટોમાં કંગના ફેસ પર પ્રોસ્થેટિક મેઝરમેન્ટ લેતી દેખાઈ હતી. કંગનાએ આ પહેલાં ફિલ્મ 'થલાઈવી'માં આ પ્રોસ્થેટિક મેઝરમેન્ટ પ્રોસેસ યુઝ કરી હતી. આ સિવાય કંગના 'તેજસ' ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો