તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ પોલીસે કંગના રનૌત વિરુદ્ધ રાજદ્રોહ કેસમાં બુધવારે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલને ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યું છે. બંનેને 23-24 નવેમ્બરે પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ થયો હતો.
આ પહેલાં કંગનાને પૂછપરછ માટે 26 ઓક્ટોબર અને 3 નવેમ્બરે સમન્સ મોકલીને બોલાવવામાં આવી હતી. નાના ભાઈનાં લગ્નમાં સામેલ થવાનો હવાલો આપીને એક્ટ્રેસે 15 નવેમ્બર પછી પૂછપરછમાં સામેલ થવાની વાત કરી હતી. બંને બહેનો હાલ હિમાચલમાં છે.
બે ધર્મો વચ્ચે દ્વેષ પેદા કરવાનો આરોપ
સ્થાનિક કોર્ટના આદેશ પર કંગના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ થઇ હતી. બંને બહેનો વિરુદ્ધ એક વિશેષ સમુદાય માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા અને એક વિશેષ સમુદાય સાથે જોડાયેલા લોકોને ભડકાવવાનો આરોપ છે.
કંગના પર યાચિકા કરનારાના આ આરોપ
કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદની યાચિકા પર સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશરફ અલી સૈયદે તેની યાચિકામાં લખ્યું છે કે, 'કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.
તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.' સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રાખ્યા.
આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ ધારાઓ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.
ધારા 153 A: IPCની ધારા 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતી વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે. આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
ધારા 295 A: આ ધારા હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે.
ધારા 124 A:જો કોઈપણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે જેનાથી દેશ સામે સુરક્ષાનો સંકટ પેદા થઇ શકે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર- પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે.
ધારા 34: આ ધારા મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.