કંગના રનૌત પોતાની ફિલ્મ ‘ધાકડ’માં ઘણા લુકમાં જોવા મળી રહી છે. તેના માટે તેણે પ્રોસ્થેટિક મેકઅપની મદદ લીધી છે. કંગનાના નજીકના સાથી મયંક મધુરે દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું, આ ફિલ્મમાં કંગનાના ઘણા લુક છે.
ખાસ કરીને, ભોપાલવાળા શિડ્યુલમાં જે લુકમાં તે દિવ્યા દત્તાની પાસે ગેંગનો પર્દાફાશ કરવા માટે જાય છે તે વેશ બદલીને જાય છે. તે લુકને એડોપ્ટ કરવામાં તેને છ કલાકનો સમય લાગ્યો હતો. સવાલ એ છે કે ફિલ્મને જે ખરાબ રિવ્યુ મળી રહ્યા છે તે ઈન્ડસ્ટ્રીનો એક વર્ગ ફિલ્મ વિરુદ્ધ સ્મીયર કેમ્પેન ચલાવી રહ્યો છે. તે જાણીજોઈને ફિલ્મને મેરિટની જગ્યાએ નફરતના આધારે ફિલ્મને ઓછું રેટિંગ આપી રહ્યા છે.
5 કરોડની ઓપનિંગ ડિસન્ટ છે અમારા માટેઃ પ્રોડ્યુસર
ફિલ્મના પ્રોડ્યુસર દિપક મુકુટ જણાવે છે કે, ઘણી વખત જનતાનો અભિપ્રાય વિવેચકો અને ટ્રેડ એનાલિસ્ટોથી અલગ હોય છે. 'ધ કાશ્મીર ફાઈલ્સ’ની ઓપનિંગથી કોઈને પણ અંદાજો નહોતો કે તે બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરશે. રિલીઝના સમયે તેને માત્ર 400 સ્ક્રીન મળી હતી. બાદમાં ચાર હજાર સ્ક્રીન મળી હતી. આ બધું જનતાની માઉથ પબ્લિસિટીના કારણે થઈ શક્યું. અમને આશા છે કે અમારી સાથે પણ આવું થશે.
અમારી ફિલ્મ જો પાંચ કરોડની ઓપનિંગ પ્રાપ્ત કરી લે તો તેને અમે ડિસન્ટ માનીશું. અમારી ફિલ્મનો ખર્ચ 70 કરોડથી વધુ છે. તેમાં પ્રમોશન અને માર્કેટિંગનો ખર્ચ જો ઉમેરવામાં આવે તો રકમ 92 કરોડની થઈ જશે. અમને વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં ફિલ્મ પિક કરશે. ડિજિટલ રાઈટ્સ જી5ને મળે તેવું લાગી રહ્યું છે. ફિલ્મ તેના પર સ્ટ્રીમ થશે.
યુથને બોલિવૂડથી મોહભંગ થઈ ગયો છેઃ એક્ઝિબિટર
એક્ઝિબિટર વિષેક ચૌહાણનું માનવું છે કે, તે હોલિવૂડની માત્ર બે ત્રણ ફિલ્મોની નકલ છે. રેફરેન્સ પોઈન્ટ વગરની ફિલ્મ છે. કોવિડ પહેલાનો સમય અલગ હતો. તે શુક્રવારે ઉતરી જશે. પાંચ કરોડનું ઓપનિંગ તો ઘણું મુશ્કેલ છે. એક બે કરોડનું ઓપનિંગ પણ મુશ્કેલ છે. 'ભુલ ભૂલૈયા 2’ની અપીલ વાઈડ છે. જૂના ગીતોની સાથે જૂની ફિલ્મો સાથે પણ સંબંધ જોડાયેલો છે. જો કે તેને પણ 20 કરોડની ઓપનિંગ મળવી જોઈતી હતી. પણ તે ન થઈ શક્યું.
અમારે વિચારવું પડશે કે ઓપનિંગ ડેના પહેલા શોમાં કેમ ઓક્યુપેન્સી નથી રહેતી? કારણ કે જો આ ફિલ્મ યુવાનોને આકર્ષિત નહીં કરે તો તેઓ ફિલ્મ જોવા નહીં આવે. હકીકતમાં યુથનો બોલિવૂડથી મોહભંગ થઈ ગયો છે. સાંજના શોમાં થોડી ભીડ જોવા મળે છે. બોલિવૂડમાં બિઝનેસ ફરીથી સારો કરવો હોય તો યુથના માપદંડની ફિલ્મ બનાવી પડશે. કેમ કે તેઓ ધીમે ધીમે સાઉથ અને હોલિવૂડની તરફ વળી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.