તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાનો એક્સપેન્સિવ એક્શન સીન:'ધાકડ'ના એક સીન માટે 25 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો, કંગનાએ ડિરેક્ટરનાં વખાણ કરતાં લખ્યું- તૈયારી જોઈને ચકિત છું

એક મહિનો પહેલા

કંગના રનૌત હાલ મધ્યપ્રદેશમાં અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગ વ્યસ્ત છે. તેના જણાવ્યા અનુસાર, તે એક એવા એક્શન સીનને શૂટ કરવા જઈ રહી છે જેના પર 25 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ આવશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રિહર્સલનો એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે.

કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, 'આવા ડિરેક્ટર ક્યારેય નથી જોયા, જે રિહર્સલને આટલું મહત્ત્વ અને સમય આપે છે. સૌથી મોટા એક્શન સિક્વન્સમાંનું એક કાલે રાતથી શૂટ થશે. એની તૈયારીથી ચકિત છું. હું ઘણુંબધું શીખી રહી છું. 25 કરોડ રૂપિયાથી વધુ એકમાત્ર એક્શન સિક્વન્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.'

દિવાળી પર રિલીઝ થશે 'ધાકડ'
રજનીશ ઘઈના ડિરેક્શનમાં બની રહેલી 'ધાકડ' આ વર્ષે દિવાળી પર 1 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, કંગના આ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે. આ સિવાય કંગનાની ફિલ્મ 'થલાઈવી' આ વર્ષે રિલીઝ થવાની છે, જે તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જિંદગી પર આધારિત છે.

'ધાકડ' બાદ કંગના 'તેજસ'નું શૂટિંગ શરૂ કરશે. તે 'અપરાજિત અયોધ્યા', 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક અનામ ફિલ્મ અનાઉન્સ કરી ચૂકી છે. એના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મ છે, જેમાં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો