સેલેબ્સના બિઝનેસ:કંગના મનાલીમાં નવી રેસ્ટોરાં ખોલશે, શિલ્પા-સુસ્મિતા સહિતના બોલિવૂડ સેલેબ્સ આ બિઝનેસમાં આગળ આવ્યા

મુંબઈ8 મહિનો પહેલા

કંગના રનૌત પોતાના પ્રોડક્શન હાઉસ બાદ હવે મનાલીમાં પોતાની નવી રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહી છે. કંગનાએ પોતાનું સપનું પૂરું કરવા માટે જમીન પણ ખરીદી લીધી છે. કંગના પહેલાં પણ ઘણાં સેલેબ્સે રેસ્ટોરાંમાં નસીબ અજમાવ્યું છે.

સુસ્મિતા સેન

વેબ સિરીઝ 'આર્યા'થી એક્ટિંગ વર્લ્ડમાં કમબેક કરનાર સુસ્મિતા સેન એક્ટિંગ ઉપરાંત બિઝનેસમાંથી કમાણી કરે છે. એક્ટ્રેસનો જ્વેલરી બિઝનેસ છે. તેને સુસ્મિતાની માતા સંભાળે છે. સુસ્મિતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. એક્ટ્રેસ મુંબઈમાં રેસ્ટોરાં ચલાવે છે, જેની બંગાળી વાનગીઓ ઘણી જ ફેમસ છે.

શિલ્પા શેટ્ટી

હાલમાં જ બોલિવૂડમાં કમબેક કરનાર શિલ્પા રેસ્ટોરાં, સ્પા તથા બારનો બિઝનેસ કરે છે. આ સાથે જ શિલ્પાએ થોડાં મહિના પહેલાં મુંબઈના વર્લી વિસ્તારમાં બેસ્ટિયન ચેન નામની એક નવી રેસ્ટરાં શરૂ કરી છે.

જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીને શ્રીલંકામાં કોલંબામાં પોતાની રેસ્ટોરાં શરૂ કરી છે. રેસ્ટોરાંમાં શ્રીલંકાની તમામ ડિશિસ મળે છે. આ રેસ્ટોરાંનું નામ કાએમાસૂત્ર છે.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ દિલ્હીના પોશ એરિયામાં ફાઈવ સ્ટાર હોટલમાં ડિસ્કો બાર ખોલ્યું છે. આ ડિસ્કો બારનું નામ લેપ છે.

સોહેલ ખાન

સોહેલ ખાને થોડાં વર્ષ પહેલાં શિલ્પા શેટ્ટીની પોઈઝન ક્લબ ખરીદી હતી. આ ક્લબનું નામ હવે રોયલ્ટી ક્લબ કરી નાખવામાં આવ્યું છે. યુરોપિયન ટચ ધરાવતું ઈન્ટરનેશનલ સ્ટાર્ડન્ડ પબ છે. આ પબ 10 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે.

બોબી દેઓલ

બોબી દેઓલ ત્રણ રેસ્ટોરાંનો માલિક છે. તેની એક હોટલમાં ઈન્ડો-ચાઈનીઝ ડિશ મળે છે. બીજી હોટલ સુહાનામાં ઈન્ડિયન ડિશ મળે છે. ઝિઓનમાં ચાઈનીઝ ફૂડ મળે છે.

આશા ભોસલે​​​​​​​

લોકપ્રિય સિંગર આશા ભોસલે પણ રેસ્ટોરાં બિઝનેસ ચલાવે છે. તેમની હોટલ દુબઈ, કુવૈત, ઈંગ્લેન્ડમાં છે. આ હોટલનું નામ આશા છે.

ડિનો મોરિયા​​​​​​​

​​​​​​​ડિનો મોરિયા પોતાના ભાઈ સાથે પાર્ટનરશિપમાં રેસ્ટોરાં ચલાવે છે. રેસ્ટોરાંનું નામ ક્રીપ સ્ટેશન છે, જે નોર્થ, વેસ્ટ તથા ઈસ્ટર્ન ઈન્ડિયામાં છે.

અન્ય સમાચારો પણ છે...