સીએમને ટાર્ગેટ કર્યા:કંગનાએ કેજરીવાલને કહ્યું, ‘તકલીફો ઊભી કરીને કહે છે મોદીજી બચાઓ..’,યુઝરે ટ્રોલ કરતા કહ્યું, ‘મનાલીનો ગાંજો ઓછો પી’

એક વર્ષ પહેલા
કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે
  • કેજરીવાલે પીએમને ચિઠ્ઠી લખીને 7000 બેડ માગ્યા હતા
  • યુઝર્સે ફરીથી ટ્રોલ કરીને બોલતી બંધ કરી

કંગના રનૌત અવાર-નવાર કોઈના પણ ઝઘડામાં કૂદી પડે છે અને મનફાવે તેમ લોકો પર નિશાન સાધે છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને ચિઠ્ઠી લખીને મદદ માગી, એ પછી કંગનાએ ચિઠ્ઠી શેર કરીને તેની પર નિશાન તાક્યું છે.કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, મોદીજી બચાઓ, મોદીજી બચાઓ..મારાથી જેટલું થતું હતું એ કરી લીધું. હવે આ બધું તમે જ સરખું કરો. આ રહી તકલીફો અને આ રહ્યું દિલ્હી. હવે તમે સંભાળો.

કેજરીવાલે પીએમને ચિઠ્ઠી લખીને 7000 બેડ માગ્યા
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં આશરે 25 હજાર નવા કેસ આવ્યા છે. તેમણે વડાપ્રધાન પાસે દર્દીઓ માટે 7000 બેડ માગ્યા છે. ચિંતાની વાત તો એ છે કે, પોઝિટિવિટી રેટ 24%થી વધીને 30% થઇ ગયો છે. સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં 100થી પણ ઓછા ICU બેડ છે.

યુઝર્સે કંગનાની બોલતી બંધ કરી
કંગનાને પોતાના જ સ્ટેટમેન્ટને લીધે ફરીથી ટ્રોલ થવાનો વારો આવ્યો છે. એક યુઝરે લખ્યું, ગાંજો ઓછો પી છોકરી. અન્ય યુઝરે લખ્યું, ભગવાન ના કરે, હાલ જે જનતાને સહન કરવું પડી રહ્યું છે તે તારે સહન કરવું પડે. બીજા યુઝરે લખ્યું, મુશ્કેલ સમયમાં તું આટલી નિર્દયી કઈ રીતે બની શકે? તું સાચે ક્રૂર છે.

પોસ્ટ ડિલીટ કરવી પડી હતી
દેશમાં કોરોનાનાં વધતા જતા કેસ દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીને રમઝાનમાં થનારા મિલન સમારોહ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. તેણે લખ્યું, કુંભ મેળા પછી....માનનીય વડાપ્રધાનને એક વિનંતી છે કે, રમઝાનમાં થનારા ગેધરિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ પોસ્ટ જોઇને યુઝર્સે તેને ટ્રોલ કરવાની શરુ કરી તો એક્ટ્રેસે પોસ્ટ જ ડિલીટ કરી હતી.

મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું
લોકડાઉન હોવા છતાં કોરોના વધી રહેલા કેસને લીધે એક્ટ્રેસ કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરીને એક્ટ્રેસે લખ્યું, ‘લોકડાઉન...આ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવું લાગી રહ્યું છે’. એક્ટ્રેસે જે ફોટો શેર કર્યો છે તેમાં એક તૂટેલો શેડ છે. આ બધી બાજુએથી ખુલ્લો છે અને સામે દરવાજા પર કડી લગાવી છે. એક્ટ્રેસે શેર કરેલો ફોટો ઇન્ટરનેટ પર ઘણો વાઈરલ થયો હતો.

કંગનાની 'થલાઈવી' હાલ રિલીઝ નહીં થાય
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની ફિલ્મ 'થલાઈવી' 23 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, જોકે કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ રિલીઝ થશે નહીં. કંગના 'ધાકડ' તથા 'તેજસ'નું હાલમાં શૂટિંગ કર્યું હતું.