કંગનાની ટીવી જર્નલિસ્ટને ધમકી:કહ્યું- મારા વિરુદ્ધ જે લખી રહ્યા છે તેના પર કોર્ટ કેસ કરીશ, કાલે ભાસ્કર પર પણ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંગના રનૌતે તેના એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેણે મજબૂરીમાં શિવસેનાને વોટ આપવો પડ્યો હતો. - Divya Bhaskar
કંગના રનૌતે તેના એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેણે મજબૂરીમાં શિવસેનાને વોટ આપવો પડ્યો હતો.
  • કંગનાએ ટીવી પત્રકારને કહ્યું, તમારે તમારા નોટી અસત્યની કિંમત જેલ જઈને ચૂકવવી પડશે
  • દિવ્ય ભાસ્કરે પણ જ્યારે કંગનાના શિવસેનાને વોટ આપવાના દાવાની પોલ ખોલી તો તેણે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો

બોલિવૂડ સેલેબ્સ સાથે પંગા લઈને હવે કંગના મીડિયા સાથે પણ પંગો લઇ રહી છે. તેણે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેણે મજબૂરીમાં શિવસેનાને વોટ આપવો પડ્યો હતો. જોકે, જ્યારે આજ તકના જર્નલિસ્ટ કમલેશ સુતારે તેને સમજાવવાની ટ્રાય કરી કે તેણે જે વિધાનસભા સીટ માટે વોટિંગ કર્યું, ત્યાંથી શિવસેનાનો કોઈ કેન્ડિડેટ ઊભો જ ન હતો તો તે ભડકી ગઈ.

કંગનાએ સુતારને ખુલ્લી ધમકી આપતા લખ્યું કે, 'તમે ખોટા છો. ખોટી માહિતી ન ફેલાવો. હું તમને લીગલ નોટિસ મોકલીશ અને તમારે આ કોર્ટમાં સાબિત કરવું પડશે. આ ટ્રોલિંગ ઘણું મોંઘુ પડશે. તમારા આ નોટી અસત્યની કિંમત તમારે જેલ જઈને ચૂકવવી પડશે.'

ત્યારબાદ કંગનાએ વોટિંગવાળા ટ્વીટ પર સફાઈ આપતા લખ્યું, 'હું સ્પષ્ટપણે લોકસભા ચૂંટણીની વાત કરી રહી હતી. પરંતુ તે જાણીજોઈને વિધાનસભા ચૂંટણીની વાત કરી રહ્યા હતા. શું મૂર્ખ છે. જર્નલિસ્ટ હોવાનો દાવો કરે છે પરંતુ ઓપનલી અસત્ય ફેલાવી રહ્યા છે. તેમને કોર્ટમાં લઈ જવા જોઈએ.' કંગનાએ એવું પણ કહ્યું કે તેણે તેના પરિવાર અને સ્ટાફ સાથે વોટ આપ્યો હતો અને અનિચ્છાએ પણ શિવસેનાને વોટ આપ્યા હતા.

જર્નલિસ્ટે પણ ખરું ખોટું કહી દીધું
કંગનાના ટ્વીટ પર કમલેશ સુતારે પણ વળતો પ્રહાર કર્યો કે, 'અને કંગના રનૌત જી. હું જર્નલિસ્ટ છું, કોઈ ટ્રોલર નહીં. માટે મેહરબાની કરીને જર્નલિસ્ટને ડરાવવાની ટ્રાય ન કરતા, આ તમને ઘણા પ્રકારના જોખમમાં મૂકી શકે છે. શુભરાત્રી.'

કંગનાનો નવો દાવો- મેં કોઈ લડાઈ શરૂ નથી કરી
એક્ટ્રેસે તેના એક ટ્વીટમાં લખ્યું કે, 'હું લડાકુ માણસ બની શકું છું પણ તે સાચું નથી. મારો રેકોર્ડ છે કે મેં ક્યારેય લડાઈ શરૂ નથી કરી. જો કોઈ સાબિત કરી દે તો હું ટ્વિટર છોડી દઈશ. મેં કોઈ લડાઈ શરૂ નથી કરી પણ દરેક લડાઈ પૂરી જરૂર કરીશ. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જો કોઈ તમને લડવા માટે લલકારે તો તમે ના ન પાડી શકો.'

અભિજીત ગાંગુલીએ ટ્વિટર છોડવાની અપીલ કરી
કંગનાનું ટ્વીટ જોઈને સ્ટેન્ડઅપ કોમેડિયન અને લેખક અભિજીત ગાંગુલીએ તેને ટ્વિટર છોડવાની અપીલ કરી. તેણે લખ્યું, 'ત્રણ દિવસ પહેલાં તમે સોનમ કપૂર અને દિયા મિર્ઝાને બીમબોસ કહ્યું હતું, જે હકીકતમાં તમને સપોર્ટ કરી રહી હતી અને કહી રહી હતી કે BMCએ ખોટું કર્યું. હવે પ્લીઝ ટ્વિટર છોડી દો, જેથી દેશ અસલી મુદ્દા જેવા ડોક્ટર્સના મૃત્યુ, પ્રવાસી મજૂરની પીડા, જોબ ક્રાઈસિસ અને GDPમાં ઘટાડા પર ફોકસ કરી શકે.'

કંગનાનો પલટવાર- મને મ્યુટ કરી દો
કંગનાએ અભિજીત ગાંગુલી પર પલટવાર કરતા લખ્યું કે, 'તે (સોનમ અને દિયા) હત્યાના આરોપી ડ્રગ્સ લેનારા માટે લડી રહ્યા હતા. મારું નામ જાણીજોઈને લેવામાં આવ્યું. ફેક્ટ્સ સાથે છેડછાડ ન કરો. મને મ્યુટ કરો અને અસલી મુદ્દા પર ફોકસ કરો.'

અન્ય સમાચારો પણ છે...