તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરણ જોહર પર નિશાન સાધ્યું:એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમુક લોકો ‘પાપા જો’ બનીને ઇન્ટરવ્યૂ લે છે, તેનો હેતુ ઠઠ્ઠા-મશ્કરી અને ગોસિપ જ હોય છે’

એક મહિનો પહેલા
  • ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગનાએ કરણને નેપોટિઝ્મ બાબતે ઘણો ટ્રોલ કર્યો હતો

નેપોટિઝ્મને લઈને કરણ જોહર પર અવાર-નવાર શાબ્દિક પ્રહાર કરતી કંગના રનૌતે ફરી એકવાર નિશાન તાક્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે સિમી ગ્રેવાલના ચેટ શોનાં વખાણ કરીને લખ્યું કે, આની પહેલાં કોઈ ઇન્ટરવ્યૂ લેનારામાં આટલો ગ્રેસ જોયો નથી. કંગનાએ આ જ પોસ્ટ પર રીપ્લાય આપીને કરણને કડક જવાબ આપ્યો છે.

‘અમુક લોકો ‘પાપા જો’ બનીને ઇન્ટરવ્યૂ લે છે’
કંગનાએ યુઝરની પોસ્ટનો રીપ્લાય આપતા લખ્યું, હા, સિમી ગ્રેવાલે સેલિબ્રિટીનો રિયલ સાર રજૂ કર્યો છે. વિષયનું આખું સ્કેચ. જયા(જયલલિતા) માને લીધે મને તેમના વિશે વધારે રિસર્ચ કરવામાં મદદ મળી. આવું પાપા જો બનીને લેતા ઇન્ટરવ્યૂ લેનારા લોકો માટે ના કહી શકાય. તેમના ઇન્ટરવ્યૂ ખરાબી, મજાક ઉડાવવી, ગોસિપ વિશે હોય છે.

આશરે ચાર વર્ષ પહેલાં કંગના રનૌતે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં ભાગીદારી કરી હતી. તેણે કરણ પર નેપોટિઝ્મ પ્રમોટ કરવાનો આરોપ મૂક્યો હતો. કંગનાએ કહ્યું હતું કે, જો હું હું મારી બાયોગ્રાફી લખીશ તો તેમાં એક ચેપ્ટર નેપોટિઝ્મ વિશે હશે, જે કરણને ડેડીકેટ હશે. એ પછી કંગના ઘણી બધી વાર કરણ પણ આ બાબતે નિશાન સાધી ચૂકી છે.

ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગનાએ કરણને ઘણો ટ્રોલ કર્યો હતો. કરણ ટ્રોલિંગથી એટલો કંટાળી ગયો હતો કે તેણે સોશિયલ મીડિયા પર માત્ર 8 અકાઉન્ટ સિવાય બધાને અનફોલો કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો