કંગનાના નિશાને:શિવસેના વિધાયક પ્રતાપ સરનાઈક પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ મળ્યું, કંગના બોલી - ભારત પાકિસ્તના ન બની જાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતે શિવસેના વિધાયક પ્રતાપ સરનાઈકને આડે હાથ લીધા છે. વાત એમ છે કે મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહેલી EDને સરનાઈક પાસે પાકિસ્તાનનું ક્રેડિટ કાર્ડ મળ્યું છે. જ્યારે કંગનાએ આ જોયું તો તેને સરનાઈકની એ ધમકી યાદ આવી ગઈ જે તેને મુંબઈની તુલના POK સાથે કર્યા બાદ આપવામાં આવી હતી.

કંગનાએ તેના સોશિયલ મીડિયા પર પ્રતાપ સરનાઈક પર નિશાન સાધતા લખ્યું, 'જ્યારે મેં કહ્યું મુંબઈમાં POK જેવું ફીલ થઇ રહ્યું છે તો તેમણે મારું મોઢું તોડવાની ધમકી આપી હતી. ભારત તે લોકોને જાણે છે જે તમારા માટે દરેક વસ્તુ કુરબાન કરી રહ્યા છે અને જે વસ્તુ તમારાથી દૂર લઇ જવામાં આવી રહી છે. જ્યાં તમે તમારો વિશ્વાસ રાખો છો, ત્યાં જ તમારું ભવિષ્ય છે. ભારત પાકિસ્તાન ન બની જાય સંભાળો યારો.'

સરનાઈકે કંગનાને લઈને શું કહ્યું હતું
કંગનાએ જ્યારે મુંબઈની તુલના પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરી હતી ત્યારે પ્રતાપ સરનાઈકે એક ઇન્ટરવ્યૂમાં તેને ધમકાવતા કહ્યું હતું, 'જો તે મુંબઈ આવે છે તો અમારી મહિલા કર્મચારી તેનું મોઢું તોડી નાખશે.' જોકે આ સ્ટેટમેન્ટને લઈને તેમને રાષ્ટ્રીય મહિલા આયોગની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. આયોગના પ્રમુખ રેખા શર્માએ નારાજગી જતાવતા કહ્યું હતું કે એક્ટ્રેસને ધમકી આપવાના આરોપમાં તેમને તરત અરેસ્ટ કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...