તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમર્જન્સીની તૈયારી:કંગના રનૌતે ઈન્દિરા ગાંધીની બાયોપિક માટે તૈયારીઓ શરૂ કરી, પ્રોસ્થેટિકનો ફોટો શેર કર્યો

3 મહિનો પહેલા
  • જયલલિતાની બાયોપિક બાદ કંગના રનૌતે ઈન્દિરા ગાંધીની બાયોપિકની તૈયારી શરૂ કરી
  • કંગનાની આ ફિલ્મ સાઈ કબીર ડાયરેક્ટ કરશે

જયલલિતાની બાયોપિક બાદ કંગના રનૌતે ઈન્દિરા ગાંધીની બાયોપિકની તૈયારી શરૂ કરી દીધી છે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ તૈયારીઓ સંબંધિત વીડિયો અને ફોટો શેર કર્યા. જેમાં તે પ્રોસ્થેટિક માટે તૈયાર જોવા મળી રહી છે. તેની બોડી સ્કેન કરવામાં આવી રહી છે. કંગનાની આ ફિલ્મ સાઈ કબીર ડાયરેક્ટ કરશે.

દરેક પાત્રની સાથે નવી શરૂઆત
ફોટો શેર કરતા કંગનાએ લખ્યું છે કે- દરેક પાત્ર નવી યાત્રાની એક સુંદર શરૂઆત છે. આજે અમે બોડી, ફેસ સ્કેન અને કાસ્ટની સાથે ફિલ્મ ઈમર્જન્સી ઈન્દિરાની યાત્રા શરૂ કરી જેથી દેખાવ બરાબર દેખાઈ શકે. પોતાના વિઝનને પડદા પર જીવંત કરવા માટે ઘણા અદ્ધુત કલાકારો એક સાથે જોડાઈ રહ્યા છે. મણિકર્ણિકા પ્રોડક્શનની આ ખાસ ફિલ્મ હશે.

એક બાયોપિક બનીને તૈયાર થઈ ગઈ છે
તમિલનાડુના CM રહેલા જયલલિતાની બાયોપિક 'થલાઈવી' 23 એપ્રિલે થિયેટરમાં રિલીઝ માટે તૈયાર હતી, પરંતુ દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી. પ્રોડક્શન સાથે સંબંધિત એક સૂત્રએ કહ્યું હતું કે, અમારી યોજના આ વર્ષે ઓગસ્ટમાં અને માત્ર થિયેટરોમાં જ ફિલ્મ રિલીઝ કરવાની છે. ફિલ્મ 'થલાઈવી' સિવાય કંગના ફિલ્મ 'ધાકડ'માં પણ જોવા મળશે. રજનીશ ઘાઇ દ્વારા દિગ્દર્શિત, આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં હશે.

મેકર્સ હવે ફિલ્મને 1 ઓક્ટોબર 2021ના રોજ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તે સિવાય કંગનાની પાસે 'તેજસ' પણ છે, જેમાં તે એક એર ફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળશે.