તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ અપડેટ:કંગના રનૌતે 'થલાઈવી'ના સેટ પરની તસવીરો શૅર કરી, જયલલિતાના રોલમાં જોવા મળી

મુંબઈએક મહિનો પહેલા

કંગનાએ હાલમાં જ હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ 'થલાઈવી'નું એક શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. કંગનાએ સેટ પરની કેટલીક તસવીરો પણ શૅર કરી હતી. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. કંગના લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહોતું.

કંગના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા જેવી લાગી
કંગના શૅર કરેલી તસવીરોમાં જયલલિતા જેવી જ જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં કંગના બ્લેક એન્ડ વ્હાઈટ સાડીમાં જોવા મળે છે. તસવીરો શૅર કરીને કંગનાએ કહ્યું હતું, 'જયા માના આશીર્વાદને કારણે 'થલાઈવી'નું અન્ય એક શિડ્યૂઅલ પૂરું થઈ ગયું. કોરોનાકાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જોકે, એક્શન તથા કટની વચ્ચે કંઈ જ બદલાયું નથી. પૂરી ટીમનો આભાર.'

આ પહેલા પણ તસવીર શૅર કરી હતી
કંગનાએ શૂટિંગ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર એ એલ વિજય સાથે વાત કરતી હોય તેવી તસવીર શૅર કરી હતી. આ ફિલ્મથી ભાગ્યશ્રી 23 વર્ષે ફિલ્મમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ કારણે ક્લાઈમેક્સનું શૂટિંગ બાકી
સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે મેકર્સ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન શૂટ કરી શકતા નથી. માનવામાં આવે છે કે ક્લાઈમેક્સ સીન માટે ઓછામાં ઓછા 350 લોકોની જરૂર છે પરંતુ કોરોનાકાળમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાની પરવાનગી નથી. આ જ કારણે મેકર્સ પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યા છે.

ત્રણ ભાષામાં ફિલ્મ રિલીઝ થશે
કંગનાએ ગયા વર્ષે નવેમ્બરમાં ‘થલાઈવી’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મને વિષ્ણુ ઈન્દુરી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે જ્યારે ડિરેક્શન એલ વિજયનું છે. 1965થી લઈને 1973 સુધી જયલલિતાએ એમજીઆર સાથે 28 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 1965માં ‘આઈરાથિલ ઓરુવન’ જયલલિતાની એમજીઆર સાથેની પહેલી ફિલ્મ હતી. ‘થલાઈવી’ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે.

એમજીઆરના રોલમાં અરવિંદ સ્વામી
17 જાન્યુઆરીના રોજ એમજી રામચંદ્રનની 103મી બર્થ એનિવર્સરી હતી, આથી મેકર્સે અરવિંદ સ્વામીનો એમજીઆર તરીકેનો લુક રિલીઝ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો