'ક્વીન'નો ‘રાજમહેલ’:કંગના રનૌતે મનાલીના આલિશાન ઘરની તસવીરો શૅર કરી, નદીના પથ્થર ને લાકડાંમાંથી બનાવ્યું છે

મુંબઈ21 દિવસ પહેલા
  • કંગના રનૌતે સો.મીડિયામાં તસવીરો શૅર કરી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને લાઇમલાઇટમાં કેવી રીતે રહેવાય તે વાત સારી રીતે ખબર છે. કંગનાની ફિલ્મ 'ધાકડ' સુપરફ્લોપ થઈ હોવા છતાંય કંગના સહેજ પણ હતાશ થઈ નથી. હવે એક્ટ્રેસે સો.મીડિયામાં મનાલી સ્થિત ઘરની તસવીરો શૅર કરી છે.

કંગનાએ કહ્યું, ટ્રેડિશનલ છે ઘર
કંગનાએ સો.મીડિયામાં નવા ઘરની તસવીરો શૅર કરીને કહ્યું હતું, મનાલીમાં મેં મારા ઘરને મોટું કર્યું છે. આ વખતે ઘરમાં માઉન્ટન સ્ટાઇલ પર ફોકસ કર્યું છે. ઘરમાં નદીના પથ્થર તથા લાકડાંનો ઉપયોગ કર્યો છે. મેં હિમાચલી પેઇન્ટિંગ્સ, એમ્બ્રોડરી, લાકડા પરની કારીગરી પર ભાર આપ્યો છે.

કંગનાના ઘરની ખાસ તસવીરો...

કંગના આ ફિલ્મમાં જોવા મળશે
કંગનાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધાકડ' બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ રહી હતી. કંગના હવે 'તેજસ'માં જોવા મળશે. આ ઉપરાંત કંગનાએ 'ઇમર્જન્સી'નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.