તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગનાની જર્ની:એક્ટ્રેસે ટ્રાન્સફોર્મેશનનો વીડિયો શૅર કરીને કહ્યું, જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે હું સગીર હતી, મેં ઘણું જ સહન કર્યું છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કંગના રનૌતે સો.મીડિયામાં એક ફેન મેડ વીડિયો શૅર કર્યો

કંગના રનૌતે સો.મીડિયામાં એક ફેન મેડ વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસનું 2006થી 2021 સુધીનું ટ્રાન્સફોર્મેશન બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં કંગનાની ડેબ્યૂ ફિલ્મ 'ગેંગસ્ટર'થી લઈ 'તનુ વેડ્સ મનુ' સુધીની જર્ની બતાવવામાં આવી છે. એક્ટ્રેસે કહ્યું હતું, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા થવું આ રીતે દેખાય છે. જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે હું સગીરા હતી. મેં ઘણું જ સહન કર્યું, કારણ કે મેં મારા પેરેન્ટ્સની પરવાનગી અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની યોગ્ય સમજણ વગર કરિયર બનાવવા માટે સંઘર્ષ કરવાને બદલે સ્કૂલમાં અભ્યાસ કરવાની જરૂર હતી.'

વધુમાં કંગનાએ કહ્યું હતું, 'મેં 16 વર્ષની ઉંમરમાં શરૂઆત કરી તથા સફળતા મેળવવા માટે એક દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યો. મને લાગે છે કે મેં ઘણો જ સમય આપ્યો છે. હું આજે 34 વર્ષની ઉંમરમાં પણ શરૂઆત કરી શકતી હતી અને પોતાનો સ્ટૂડિયો બનાવી શકું છું. સફળ ફિલ્મમેકર બની શકું છું, કારણ કે મારી પાસે સમય છે.'

કંગનાએ છેલ્લે કહ્યું હતું, 'ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે કંઈ પણ ખરાબ દેખાય છે, તેમાં પણ કંઈક તો સારું હોય છે. જે ઉપરથી સારું દેખાય છે, તેના ગર્ભમાં કોઈ ખરાબી જરૂરથી હોય છે. હું વાતમાં વિશ્વાસ ધરાવું છું. આપમે જોઈ શકી છીએ કે નહીં, તે આપણી સમસ્યા છે, પરંતુ આપણે વાસ્તવિકતાના સ્વભાવને બદલી શકીએ નહીં.'

30થી વધુ ફિલ્મમાં કામ કર્યું
15 વર્ષની કરિયરમાં કંગનાએ 30થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં તેણે 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' ડિરેક્ટ પણ કરી હતી. કંગનાને 'ક્વીન'ના સંવાદો તથા 'સિમરન'ના કો-રાઇટિંગની ક્રેડિટ આપવામાં આવી છે. તે અત્યાર સુધી 3 ફિલ્મફેર તથા 4 નેશનલ અવોર્ડ જીતી છે. ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત પણ કરી છે.

આગામી પ્રોજેક્ટ્સ
કંગના 'થલાઈવી'માં જોવા મળશે. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. આ ઉપરાંત તે 'ધાકડ', 'તેજસ'માં પણ જોવા મળશે. કંગના પોતાના હોમ પ્રોડક્શન હેઠળ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પરથી એક ફિલ્મ બનાવી રહી છે. આ ઉપરાંત 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા' તથા અયોધ્યા પર આધારિત એક ફિલ્મ બનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...