તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનહાનિનો કેસ:જાવેદ અખ્તર માનહાનિ કેસની સુનાવણીમાં કંગના રનૌતે કાયમી છૂટ માગી, અરજીમાં લખ્યું- કામમાં વ્યસ્ત હોવાને કારણે તે હાજર થઈ શકશે નહીં

3 મહિનો પહેલા
જાવેદ અખ્તરે નવેમ્બર 2020માં કંગના રનૌતની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
  • શૂટિંગ દરમિયાન તેને દેશ અને વિદેશ સિવાય અલગ અલગ જગ્યાએ જવું પડે છે તેથી તે સુનાવણી દરમિયાન હાજર રહી નહીં શકે
  • અરજીમાં કંગનાએ લખ્યું કે, તેનો વકીલ રિઝવાન સિદ્દીકી હાજર રહેશે

કંગના રનૌત ઇચ્છે છે કે ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિના કેસ સાથે સંબંધિત સુનાવણીમાં તેણે હંમેશાં માટે છૂટ આપવામાં આવે. આ અંગે તેણે કોર્ટમાં એક અરજી કરી છે અને કામ સંબંધિત પોતે વ્યસ્ત હોવાની વાત જણાવી છે. તેનું કહેવું છે કે, શૂટિંગ દરમિયાન તેને દેશ અને વિદેશ સિવાય અલગ અલગ જગ્યાએ જવું પડે છે. આવી સ્થિતિમાં તે શૂટ છોડીને સુનાવણી માટે આવે છે તો પ્રોડક્શન હાઉસને ઘણું નુકસાન વેઠવું પડશે.

કંગનાએ કહ્યું- વકીલ સુનાવણીમાં સામેલ થશે
કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે, કંગના શારીરિક રીતે સુનાવણીમાં સામેલ નહીં થઈ શકે. પરંતુ તેની તરફથી તેના વકીલ રિઝવાન સિદ્દીકી ત્યાં હાજર રહેશે. અરજીમાં એ પણ લખવામાં આવ્યું છે કે, કંગનાને તેની ગેરહાજરીના પુરાવા રજૂ કરવામાં કોઈ સમસ્યા નથી. કંગનાની આ અરજી પર સુનાવણી 27 જુલાઈએ થશે.

ગયા વર્ષે નવેમ્બરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

  • જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તેઓ એક આત્મનિર્ભર વ્યક્તિ છે, જે 4 ઓક્ટોબર, 1964ના રોજ27 રૂપિયા, 2 જોડી કપડાં અને કેટલાક પુસ્તકોની સાથે મુંબઈ આવ્યા હતા. તે સમયે તેઓ 19 વર્ષના હતા. અરજીમાં અખ્તરની પ્રતિષ્ઠા અંગે જણાવવામાં આવ્યું, અપીલકર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનિયર કલાકારોમાંથી એક છે. જેમને પોતાની કરિયરમાં 55 વર્ષથી વધારે સમય સુધી કામ કર્યું છે. આ એક દુર્લભ ઉપલબ્ધિ છે. તેઓ માર્ચ 2010થી માર્ચ 2016 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
  • અખ્તરનો દાવો છે કે, 57 મિનિટ સુધી ચાલેલા ઈન્ટરવ્યુમાં કંગના કોઈપણ પુરાવા વગર અને નોલેજ વગર સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત પરિસ્થિતિ પર બોલતી જોવા મળે છે. તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા.
  • અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.
  • અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.
  • 3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું

કંગનાનું જામીન વોરંટ ​​​​​​રદ
જાવેદની ફરિયાદ બાદ મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાની વિરુદ્ધ જામીન વોરંટ ઈશ્યૂ કર્યું હતું. કંગના અદાલત પહોંચી અને બોન્ડ બાદ તેનું વોરંટ રદ કરવામાં આવ્યું હતું.

કંગનાએ ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું
એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવવાની ધમકી આપી હતી. કંગનાના અનુસાર, અખ્તરે કહ્યું હતું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ઘણા મોટા લોકો છે. જો તે રીતિક રોશન અને તેમના પરિવારની માફી નહીં માગે તેઓ તેણે જેલમાં મોકલી શકે છે.

અગાઉ કંગનાની બહેન રંગોલ ચંદેલ પણ સોશિયલ મીડિયા દ્વારા આ દાવો કરી ચૂકી હતી. રંગોલીએ લખ્યું હતું કે, 'જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રીતિક રોશનની માફી માગે. મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે ભટ્ટની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી. તે વડાપ્રધાનને ફાસીવાદી કહી છે...કાકાજી તમે બંને શું છો?'

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મો
કંગના રનૌતની આગામી ફિલ્મ પૂર્વ એક્ટ્રેસ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જે જયલલિતાની બાયોપિક છે. તે સિવાય તે 'ધાકડ'માં પણ જોવા મળશે. રજનીશ ઘાઇ દ્વારા દિગ્દર્શિત, આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં હશે. મેકર્સ હવે ફિલ્મને 1 ઓક્ટોબર 2021ના રોજ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તે સિવાય કંગનાની પાસે 'તેજસ' પણ છે, જેમાં તે એક એર ફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળશે. તે ઈમર્જન્સી, અયોધ્યા વિવાદ પણ ફિલ્મ બનાવી રહી છે. તે ઉપરાંત તે 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજન્ડ ઓફ દિદ્દા' નામથી કશ્મીરની વોરિયર ક્વિન રહી ચૂકેલી દિદ્દા રાણીના જીવન પર પણ ફિલ્મ બનાવવા જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...