તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગના પર રાજદ્રોહનો કેસ:કંગના રનૌતે કોર્ટમાં જણાવ્યું- તેના ટ્વીટથી ન તો કોઈ હિંસા થઇ ન કોઈ ક્રાઇમ થયો

13 દિવસ પહેલા

કંગના રનૌતે રાજદ્રોહ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા તેના વિરુદ્ધ થયેલી FIRને રદ્દ કરવાનો અનુરોધ કરતા સોમવારે બોમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે તેના કોઈપણ ટ્વીટથી ક્યારેય કોઈ હિંસા નથી ભડકી અને ક્યારેય કોઈ ક્રાઇમ પણ થયો નથી. કોર્ટ આ કેસમાં આગળ 26 ફેબ્રુઆરીએ આગળ સુનાવણી કરશે અને ત્યાં સુધી કંગના અને તેની બહેન રંગોલીને ધરપકડથી અપાયેલું ઇન્ટરિમ પ્રોટેક્શન કાયમ રહેશે.

કોર્ટમાં કંગનાના વકીલની દલીલ
રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકીએ જજ એસ એસ શિંદે અને જજ મનીષ પિટાલેની બેન્ચને કહ્યું કે એક્ટ્રેસે કઈ જ ખોટું નથી કર્યું. તેણે કહ્યું કે ઉપનગર બાંદ્રામાં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજદ્રોહ સહિત અન્ય આરોપોમાં કંગના વિરુદ્ધ FIR ફાઈલ કરવાની મંજૂરી આપીને ભૂલ કરી. સિદ્દીકીએ હાઇકોર્ટને નીચલી કોર્ટના આદેશ અને FIR બંનેને રદ કરવાનો અનુરોધ કર્યો.

કંગનાના વકીલે કહ્યું- આદેશમાં મગજનો વપરાશ થયો નથી
વકીલે કંગના તરફથી કોર્ટમાં કહ્યું, 'કોર્ટના આદેશમાં મગજનો વપરાશ થયો નથી. ટ્વીટને કારણે કોઈ સજા નહીં થાય કારણકે તેને કારણે કોઈ હિંસા નથી થઇ. ટ્વીટ પછી શું થયું? શું તેના ટ્વીટ પછી કોઈ ક્રાઇમ થયો?'

કંગના આ કારણસર બોમ્બે હાઇકોર્ટ ગઈ
એક્ટ્રેસ કંગના અને તેની બહેને તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા માટેના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલા સમન્સને પડકાર્યા છે. કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદે અમુક ટ્વીટ અને સ્ટેટમેન્ટનો હવાલો આપીને બંને બહેનો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર ગયા વર્ષે ઓક્ટોબરમાં FIR ફાઈલ થઇ હતી. સૈયદની ફરિયાદ મુજબ બંને બહેનો વિરુદ્ધ એક વિશેષ સમુદાય માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા અને એક વિશેષ સમુદાય સાથે જોડાયેલા લોકોને ભડકાવવાનો આરોપ છે.

આ કલમ હેઠળ કેસ ફાઈલ થયો છે
બાંદ્રા મેટ્રોપોલિટનના મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની કલમ 156(3) હેઠળ FIR ફાઈલ કરવાના આદેશ આપ્યા હતા. તેના પર એક્શન લેતા પોલીસે કંગના અને તેની બહેન વિરુદ્ધ આ કલમ હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

કલમ 153 A: IPCની કલમ 153 (A) તે લોકો પર લગાવવામાં આવે છે જે ધર્મ, ભાષા, જાતી વગેરેને આધારે લોકોમાં નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે. આમાં 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે. કલમ 295 A: આ ધારા હેઠળ એવા કાર્યને ગુનો માનવામાં આવે છે જ્યાં આરોપી વ્યક્તિ, ભારતના નાગરિકોના કોઈ વર્ગની ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવાના ખરાબ આશયથી તે વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસનું અપમાન કરે છે અથવા આવું કરવાનો પ્રયાસ કરે છે. કલમ 124 A:જો કોઈપણ વ્યક્તિ ભારતની સરકારના વિરોધમાં સાર્વજનિક રૂપમાં એવું કઈ કરે જેનાથી દેશ સામે સુરક્ષાનો સંકટ પેદા થઇ શકે છે તો તેને ઉંમરકેદની સજા થઇ શકે છે. આ કાર્યના સમર્થન કરવા કે પ્રચાર- પ્રસાર કરવા પર પણ કોઈને દેશદ્રોહનો આરોપી માની લેવામાં આવે છે. કલમ 34: આ ધારા મુજબ જ્યારે એક અપરાધિક કામ બધા વ્યકતિએ સામાન્ય હેતુથી કર્યું હોય, તો દરેક વ્યક્તિ આવા કાર્ય માટે જવાબદાર છે જેમ કે ગુનો તેણે એકલા એ જ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો