તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વીનનો ઓપિનિયન:કંગના રનૌતનું માનવું છે કે ટ્વિટર ફ્રોડ, એન્ટિનેશનલ અને હિન્દૂફોબિક છે, ભારતમાં આને બેન કરી દેવું જોઈએ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થોડા સમય પહેલાં જ પોતાની ટીમના હાથમાંથી સોશિયલ મીડિયાની કમાન પોતાના હાથમાં લેનારી કંગના રનૌતે ટ્વિટરને એન્ટિનેશનલ અને હિન્દૂફોબિક પ્લેટફોર્મ જાહેર કર્યું છે.કંગનાએ એવું પણ કહ્યું કે આ માઈક્રો બ્લોગિંગ સાઈટ ઇન્ડિયામાં બેન કરી દેવી જોઈએ. તેણે આ વાત તેના પિતા સાથેનો ફોટો શેર કરીને કરી હતી. એક્ટ્રેસને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે ટ્વિટર પર જ #BANTWITTER ટ્રેન્ડ થઇ રહ્યું હતું.

કંગનાએ ટ્વિટરને ફ્રોડ કહ્યું
એક્ટ્રેસે તેના ટ્વીટમાં લખ્યું, પિતા સાથેનો મારો એક રેર ફોટો, જેમાં અમે કોઈ વાત પર એગ્રી નજર આવી રહ્યા છીએ. જોકે, અમારા બંનેમાંથી કોઈને યાદ નથી કે તે વાત કઈ હતી. બાય ધ વે સાંભળવા મળી રહ્યું છે કે સરકાર ટ્વિટર પર બેન લગાવી શકે છે. ભારતમાં આવું થવાની જરૂર છે. આપણે આ પ્રકારના ફ્રોડ, એન્ટિનેશનલ અને હિન્દૂફોબિક પ્લેટફોર્મની જરૂર પણ નથી.

આ માટે ટ્વિટર બેન કરવાની માગ ઉઠી
કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ, લદાખમાં છે પરંતુ ટ્વિટરે તેને જમ્મુ- કાશ્મીરનો હિસ્સો બતાવ્યો છે. આ માટે ભારતમાં ટ્વિટરને સસ્પેન્ડ અથવા બ્લોક કરવામાં આવી શકે છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ પહેલા જ ટ્વિટરને નોટિસ મોકલી દીધી છે. 9 નવેમ્બરે ટ્વિટરના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટને રિલીઝ થયેલી નોટિસમાં લખ્યું છે કે ટ્વિટર લેહને સતત જમ્મુ- કાશ્મીરનો હિસ્સો ગણાવી રહ્યું છે. આ ભારતીય સંસદની સંપ્રભુતાની ભાવનાનું વાયોલેશન છે કારણકે સંસદે લદાખને ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો છે અને લેહ તેનું હેડક્વાર્ટર છે.

નોટિસનો 5 દિવસની અંદર જવાબ માગવામાં આવ્યો છે. આ પહેલાં પણ જ્યારે લેહને ચીનનો હિસ્સો દેખાડવામાં આવ્યો હતો, ત્યારે ટ્વિટરના સંસ્થાપક જેક ડોર્સીને નોટિસ મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો