ખેડૂત આંદોલન પર સ્ટેટમેન્ટ:કંગનાએ દિલજિત સાથે પ્રિયંકા ચોપરાને પણ આડે હાથ લીધી, કહ્યું- 'દેશદ્રોહીઓની ગુડ બુક્સમાં આવવા ઈચ્છો છો ? વાહ રે દુનિયા વાહ!'

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંગના અને દિલજિત દોસાંજ વચ્ચે થયેલી સોશિયલ મીડિયા પરની વર્ડ વોર ચર્ચામાં રહી. પરંતુ હજુ આ પૂરું નથી થયું. ખેડૂત આંદોલન દરમ્યાન શરૂ થયેલી આ જંગમાં કંગનાએ હવે પ્રિયંકા ચોપરાને પણ સામેલ કરી છે. કંગનાએ પ્રિયંકાને ખેડૂતનો સપોર્ટ કરવા બદલ આડે હાથ લીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે લખ્યું છે કે, 'ખેડૂતોનો ફાયદો ઉઠાવીને દેશદ્રોહીઓની ગુડ બુક્સમાં આવવા ઈચ્છો છો? વાહ રે દુનિયા, વાહ!'

કંગનાએ પોસ્ટમાં ભડાસ કાઢી
કંગનાએ પીએમ મોદીની એક પોસ્ટ શેર કરી છે. તેમાં મોદીએ ખેડૂતોને સંદેશ આપ્યો છે. કંગનાએ લખ્યું, પ્રિય દિલજિત, પ્રિયંકા, જો ખરેખર ખેડૂતોની ચિંતા છે, ખરેખર તમારી માતાઓનો આદર કરો છો તો સાંભળી તો લો કે આખરે ફાર્મર્સ બિલ છે શું?! કે પછી આપણી માતાઓ, બહેનો અને ખેડૂતોનો ઉપયોગ કરીને દેશદ્રોહિઓની ગુડ બુક્સમાં આવવા ઈચ્છો છો? વાહ રે દુનિયા વાહ.

બંનેએ એકબીજા પર આરોપ- પ્રત્યારોપનો હુમલો કર્યો હતો
કંગનાએ એક વૃદ્ધ શિખ મહિલાને શાહીન બાગની પ્રોટેસ્ટર કહી હતી અને કહ્યું હતું કે 100 રૂપિયામાં પ્રોટેસ્ટ કરવા આવી જાય છે. જોકે, ત્યારબાદ કંગનાએ આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. પરંતુ આ વાત દિલજિતને જરાપણ ગળે ઉતરી નહીં અને તેણે સોશિયલ મીડિયા પર કંગનાની ખૂબ ઝાટકણી કરી. ત્યારબાદ મીકા સિંહે પણ કંગનાને આડે હાથ લીધી હતી.

કંગનાને મળી હતી બેક ટુ બેક નોટિસ
ખેડૂત આંદોલનની તુલના શાહીન બાગ વિરોધ પ્રદર્શન સાથે કરતાં તથા વૃદ્ધ મહિલાના અપમાનને કારણે કંગનાને ઘણી નોટિસ મોકલવામાં આવી છે, જેમાં ખાસ કરીને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના એક સભ્યે કંગનાને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ હેઠળ ખેડૂતોને પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો હક છે. તે ખેડૂતોનું અપમાન કરી શકે નહીં.

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા સોશિયલ એક્ટિવિસ્ટ હાકમ સિંહે કંગનાને નોટિસ મોકલી છે. પટિયાલામાં યુથ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાએ કંગનાનું પૂતળું બાળ્યું હતું. મંડી ગોવિંદગઢમાં ખેડૂત સંગઠને જાહેરાત આપીને કંગના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરી છે.

સમાનામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધમાં મહિલાઓએ કંગના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમની માગણી હતી કે કંગના જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. હોશિયારુપરમાં પણ કંગના વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અહીંયાના લોકોએ કહ્યું હતું કે જો કંગના ભવિષ્યમાં પંજાબ આવે છે તો તેને અહીંયાની જમીન પર પગ મૂકવા દેવામાં આવશે નહીં.