તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગનાને કોરોના:કંગના રનૌતે નેગેટિવ હોવાનું પ્રૂફ રજૂ કર્યું, કહ્યું- 'આ તે રાક્ષસો માટે કારણ કે એક રામ ભક્ત ક્યારેય ખોટું બોલતો નથી'

મુંબઈ3 મહિનો પહેલા
  • કંગનાએ કોરોના સામેની જંગ કેવી રીતે લડી તે અંગેનો વીડિયો પણ શૅર કર્યો હતો

આઠ મેના રોજ કંગનાને કોરોના થયો હતો. દસ દિવસ બાદ એટલે કે 18 મેના રોજ કંગનાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. કંગનાએ આ અંગેની માહિતી સો.મીડિયામાં આપી હતી. હવે કંગનાએ પોતાનો કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ શૅર કર્યો છે. સો.મીડિયામાં કેટલાંક યુઝર્સે કંગનાને કોરોના થયો હતો કે નહીં, તે અંગે સવાલ કર્યા હતા. કંગનાએ રિપોર્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ તે રાક્ષસો માટે, જે મારો રિપોર્ટ માગતા હતા, કારણ કે તે પોતે છે, તેવી જ રીતે દુનિયાને જુએ છે. એક રામ ભક્ત ક્યારેય ખોટું બોલતો નથી. જય શ્રી રામ.'

કંગનાએ કહ્યુ હતું, કોવિડ સાથેના જંગ અંગે વાત નહીં કરું
આ પહેલાં કંગનાએ કહ્યું હતું, 'હેલ્લો, આજે મારો કોવિડનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું આ અંગે તમને ઘણું જ કહેવા મગું છે કે મેં વાઈરસને કેવી રીતે હરાવ્યો, પરંતુ મને કહેવામાં આવ્યું છે કે કોવિડ ફેન ક્લબની લાગણીઓને ઠેસ ના પહોંચાડું. હા સાચે જ એવા લોકો છે, જે વાઈરસના અપમાનથી દુઃખી થઈ જાય છે. તમારા તમામના પ્રેમ તથા દુઆઓ માટે આભાર.'

પછી બહેનને કારણે વીડિયો બનાવ્યો
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, હું કંઈ કોવિડ એક્સપર્ટ નથી, પરંતુ વાઈરસ સાથેની મારી લડાઈ શૅર કરી રહી છું. આશા છે કે તમને મદદ થશે. આ વીડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'મારે તો કંઈ જ કહેવું નહોતું, કારણ કે ગઈ વખતે જ્યારે મેં કોરોનાને સ્મોલ ટાઈમ ફ્લૂ કહ્યો હતો ત્યારે કેટલાંક લોકોને તકલીફ થઈ હતી. જોકે, મારી બહેને મને કહ્યું કે આપણે પોઝિટિવ બાબતો તરફ જોવું જોઈએ. કોરોનાને હરાવાવની મારી જર્નીમાંથી અન્ય લોકોને મદદ મળી શકે છે. આથી જ મેં તેમના માર્ગદર્શન માટે આ વીડિયો બનાવ્યો છે.'

કેવી રીતે કોરોના સામેનો જંગ જીત્યો
કંગનાએ વધુમાં કહ્યું હતું, 'તમે આ પ્રોબ્લમને ત્રણ ભાગમાં વહેંચી દો. ફિઝિકલ, મેન્ટલ તથા ઈમોશનલ. ઉકાળો પીઓ, પ્રાણાયામ-યોગ કરો. જે પણ યોગ આવડે તે કરો. મેં આ બધું જ કર્યું હતું. મેન્ટલ સપોર્ટ માટે મંત્ર જાપ કરો. જો તમે માત્ર 'ઓમ'નો જાપ કરશો તો તે કરો. હું હનુમાન ચાલીસા તથા ગાયત્રી મંત્ર બોલતી હતી. આનાથી મનને શાંતિ મળશે. પોઝિટિવ અપ્રોચથી મેં કોરોનાને સાતથી આઠ દિવસમાં હરાવ્યો.