તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ યુથ ડે:કંગના રનૌતે સ્વામી વિવેકાનંદની યાદમાં નોટ શેર કરી, કહ્યું - તમારાથી વધીને કોઈ વસ્તુ અને કોઈ ઈશ્વર નથી મારા ગુરુ

14 દિવસ પહેલા

એક્ટ્રેસ કંગના રનૌતે સ્વામી વિવેકાનંદની આજે 158મી બર્થ એનિવર્સરી પર તેમને યાદ કર્યા છે. સ્વામી વિવેકાનંદની જયંતિને ભારતમાં નેશનલ યુથ ડે તરીકે પણ મનાવવામાં આવે છે. આ બંને અવસરો પર કંગનાએ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ જણાવતા સોશિયલ મીડિયા પર તેમની યાદમાં એક નોટ શેર કરી છે. નોટ સાથે તેણે સ્વામી વિવેકાનંદનો ફોટો પણ શેર કર્યો છે.

કંગનાની નોટ
કંગના રનૌતે નોટમાં લખ્યું, 'જ્યારે મેં ખુદને ખોઈ દીધી હતી, ત્યારે તમે શોધી. જ્યારે મને ખબર ન હતી ક્યાં જવાનું છે, તો તમે મારો હાથ પકડ્યો. જ્યારે હું દુનિયાથી ભ્રમિત થઇ અને કોઈ આશા ન રહી, ત્યારે તમે ઉદ્દેશ આપ્યો. તમારાથી વધુ કોઈ વસ્તુ કે કોઈ ઈશ્વર નથી, મારા ગુરુ. તમારો મારા પર અધિકાર છે, #NationalYouthDay #SwamiVivekanandJayanti.'

'ધાકડ'ના શૂટિંગમાં વ્યસ્ત છે કંગના
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ પણ લીડ રોલમાં છે. આ સ્પાય થ્રિલર ફિલ્મમાં કંગના ફિમેલ સ્પાયના રોલમાં છે. અર્જુન વિલનના રોલમાં છે જે દેહવ્યાપારના ધંધા સાથે સાથે હથિયારો અને ડ્રગ્સનું સ્મગલિંગ પણ કરે છે.

કંગનાની 'થલાઈવી' ટૂંક સમયમાં રિલીઝ થશે
આ પહેલાં કંગનાએ 'તેજસ'ના અમુક શેડ્યુઅલનું શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કંગના એરફોર્સ ઓફિસરના રોલમાં દેખાશે. કંગના તે અગાઉ જયલલિતાની બાયોપિક 'થલાઈવી'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser