'ધાકડ ગર્લ'ના નિશાને બોલિવૂડ:કંગના રનૌતે ફરી એકવાર સેલેબ્સને આડેહાથ લીધા, કહ્યું- આ લોકો ઘરે બોલાવવાને લાયક નથી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત હાલમાં 'ધાકડ' ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. કંગનાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ફ્રેન્ડ નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાના ઘરે બોલિવૂડના એક પણ સેલેબ્સને બોલાવવાનું પસંદ કરતી નથી.

કંગનાના સન્ડે બ્રંચ લિસ્ટમાં એક પણ બોલિવૂડ સેલેબ્સ નહીં
કંગનાને ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો કે બોલિવૂડમાંથી કયા ત્રણ સેલેબ્સને તે સન્ડે બ્રંચ માટે ઇન્વાઇટ કરશે. એક્ટ્રેસે કહ્યું હતું કે બોલિવૂડમાંથી આ સેવા માટે કોઈ પણ લાયક નથી. ઘરે તો ક્યારેય બોલાવશે નહીં. બહાર મળવાનું હોય તો ઠીક છે.

મિત્ર બનાવવા માટે ક્વૉલિફિકેશન જોઈએ
કંગનાને વાતચીતમાં સવાલ કરવામાં આવ્યો હતો કે બોલિવૂડમાં તેનો કોઈ મિત્ર છે કે નહીં? કંગનાએ આ સવાલ પર રિએક્ટ કરતાં કહ્યું હતું કે બિલકુલ નહીં. આ લોકો તેના મિત્ર બનવાને લાયક નથી. તેના માટે ક્વૉલિફિકેશન જોઈએ.

કંગના સાથે કોઈ એક્ટર કામ કરવા તૈયાર નથી
કંગનાએ અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મમાં જે લોકોએ પણ તેની સાથે કામ કર્યું છે, તેમણે બોલિવૂડમાંથી બોયકોટ થવાનું જોખમ ઉઠાવ્યું છે. તેની ફિલ્મમાં કાસ્ટિંગ એક મોટી સમસ્યા હતી.

'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલમાં
કંગનાએ એક્શન થ્રિલર ફિલ્મ 'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને રજનીશ ઘાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અર્જુન રામપાલ તથા દિવ્યા દત્તા લીડ રોલમાં છે.