માનહાનિનો કેસ:કંગના રનૌત કોર્ટમાં હાજર ના રહી, ગુસ્સે થયેલા જજે કહ્યું- જો હવે એક્ટ્રેસ નહીં આવે તો ધરપકડ કરવામાં આવશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંગના પર ગયા વર્ષે નવેમ્બરમાં કેસ કરવામાં આવ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પર ગીતકાર જાવેદ અખ્તરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021ના રોજ આ કેસની સુનાવણી હતી. આ દરમિયાન જાવેદ અખ્તર તથા શબાના આઝમી કોર્ટમાં હાજર રહ્યાં હતાં, પરંતુ કંગના ફરી એકવાર હાજર રહી નહોતી. કંગનાની ગેરહાજરી પર કોર્ટે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તે આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર ના રહી તો તેના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે.

20 સપ્ટેમ્બરે આગામી સુનાવણી
કેસની સુનાવણી દરમિયાન કંગના તરફથી વકીલ રિઝવાન સિદ્દીકી હાજર રહ્યા હતા. કોર્ટમાં આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જો આ દિવસે કંગના કોર્ટમાં હાજર ના રહી તો તેની વિરુદ્ધ કોર્ટ અરેસ્ટ વોરંટ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે કંગનાએ આ પહેલાં કેસની સુનાવણીમાં હાજર ના રહેવાની અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજી નકારી કાઢી હતી.

વકીલ રિઝવાને કંગનાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાને કોવિડ 19ના લક્ષણો છે. છેલ્લાં 15 દિવસમાં તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઘણી જ જગ્યાએ ફરી છે અને અનેક લોકોને મળી છે. વકીલે કોર્ટ પાસેથી 7 દિવસનો માગ્યો છે. આ દરમિયાન કંગનાની તબિયત સારી થઈ જાય અને તે કોવિડ ટેસ્ટ પણ કરાવી લે. વકીલે એમ કહ્યું હતું કે કંગના વર્ચ્યુઅલ સુનાવણીના માધ્યમથી હાજર રહી શકે છે.

કંગનાના વકીલના જવાબમાં જાવેદ અખ્તરના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે વારંવાર સુનાવણી ટાળવા માટે આ બહાના બનાવવામાં આવી રહ્યા છે. તેમના ક્લાયન્ટ જાવેદ અખ્તર દરેક સુનાવણીમાં હાજર રહ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

  • જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તેઓ એક આત્મનિર્ભર વ્યક્તિ છે, જે 4 ઓક્ટોબર, 1964ના રોજ27 રૂપિયા, 2 જોડી કપડાં અને કેટલાક પુસ્તકોની સાથે મુંબઈ આવ્યા હતા. તે સમયે તેઓ 19 વર્ષના હતા. અરજીમાં અખ્તરની પ્રતિષ્ઠા અંગે જણાવવામાં આવ્યું, અપીલકર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનિયર કલાકારોમાંથી એક છે. જેમને પોતાની કરિયરમાં 55 વર્ષથી વધારે સમય સુધી કામ કર્યું છે. આ એક દુર્લભ ઉપલબ્ધિ છે. તેઓ માર્ચ 2010થી માર્ચ 2016 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
  • અખ્તરનો દાવો છે કે, 57 મિનિટ સુધી ચાલેલા ઈન્ટરવ્યુમાં કંગના કોઈપણ પુરાવા વગર અને નોલેજ વગર સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત પરિસ્થિતિ પર બોલતી જોવા મળે છે. તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા.
  • અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.
  • અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.
  • 3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.