આક્રોશ:ઇઝરાયલ મુદ્દે ટ્રોલ કરનારા યુઝર્સ પર કંગના ભડકી, કહ્યું- બેટા, હું બધા બાપોની મા છું, ઔકાતમાં રહીને વાત કરજો

મુંબઈએક વર્ષ પહેલા
  • કંગનાએ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું અને તે જ કારણે સો.મીડિયામાં યુઝર્સે તેને ટ્રોલ કરી હતી

કંગના રનૌત પોતાના બેબાક નિવેદનોને કારણે જાણીતી છે. આ જ કારણે તે અવારનવાર સો.મીડિયા યુઝર્સના નિશાને હોય છે. હાલમાં જ કંગનાએ ઇઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે ચાલતા યુદ્ધ અંગે વાત કરી હતી. ત્યારબાદ યુઝર્સે તેને ટ્રોલ કરીને કહ્યું હતું કે તેને ઇઝરાયલ અંગે કંઈ જ ખબર નથી. હવે કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

હું તમામ બાપોની મા છું: કંગના
કંગનાએ સો.મીડિયામાં કહ્યું છે, ' જેવી રીતે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઇઝરાયલ કેવી રીતે બન્યું હતું. આ નાઝાયઝ રાષ્ટ્ર નથી. તેમણે અંગ્રેજો પાસેથી પરત લીધું અને UN (સંયુક્ત રાષ્ટ્ર)ની દરમિયાનગીરીથી બનાવ્યું છે. 6 મુસ્લિમ દેશોએ તેની પર હુમલો કર્યો. ત્યારથી લઈને અત્યાર સુધી દરેક હુમલા બાદ વધુમાં વધુ જમીન હડપ કરી રહ્યાં છે, કારણ કે જ્યારે તમે કોઈ યુદ્ધ જીતો છો તો આ જ થાય છે. તેમના માટે અહીંયા જે લોકો રડી રહ્યાં છે અને કહે છે કે મને કંઈ જ ખબર નથી, બેટા, હું તમામ બાપોની મા છું. ઔકાતમાં રહીને વાત કરવી આગળથી.'

'..તો ભારતમાં માત્ર હિંદુ હોવા જોઈએ'
કંગનાએ આગળ કહ્યું હતું, 'જો આપણે આ લોકોના તર્કની જેમ રડીએ તો ભારતમાં માત્ર હિંદુ, અમેરિકામાં રેડ ઇન્ડિયન તથા ઓસ્ટ્રેલિયામાં માત્ર આદિવાસી હોવા જોઈએ. યહુદીઓને નાઝાયઝ કહેવાની તમારી હિંમત કેવી રીતે થઈ? શું દુનિયામાં તેમના માટે કોઈ જગ્યા નથી? આખી દુનિયાને મૂર્ખ બનાવીને રાખી છે. ગુંડાગર્દી કરવા માગે છે, કારણ કે જો કોઈ સામેથી કરે તો રડવા લાગે છે. આખી દુનિયા માથે લે છે. વેચાયેલું મીડિયા તથા મૂર્ખ લોકોને યુઝ કરીને ખોટું નેરેટિવ ચલાવે છે. શરમ કરો. તમારી પોલ આખી દુનિયામાં ખુલી ગઈ છે અને મારા વિશે કંઈ બોલ્યા તો નાગા કરી નાખીશ.'

હાલમાં જ કંગનાનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
હાલમાં જ કંગનાનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

કંગનાએ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું
જ્યારે ઇઝરાયલે પેલેસ્ટાઈન પર હુમલો કર્યો ત્યારે કંગનાએ સમર્થન કર્યું હતું. તેણે કહ્યું હતું, 'પોતાના દેશ તથા લોકોને કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી બચાવવનો દરેક દેશને મૌલિક અધિકાર છે. ભારત ઇઝરાયલની સાથે ઊભું છે. જેમને લાગે છે કે આતંકવાદનો જવાબ ધરણા અને કડક શબ્દોમાં નિંદા કરવી તે છે, તેમણે ઇઝરાયલ પાસેથી કંઈક શીખવાની જરૂર છે.'

કંગનાએ આગળ કહ્યું હતું, 'તે આતંકવાદ ફેલાવે છે. જો તમે સ્ટ્રોંગ થઈને જવાબ આપશો તો તે રડવા લાગશે અને પીડિત બની જશે. જો તમે માત્ર ધરણા કરશો તો તે તમારી સંસદ તથા ફાઈવ સ્ટાર હોટલ પર હુમલો કરશે. આ તમારા માટે પણ કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ છે.' જોકે, આ પોસ્ટ બાદ યુઝર્સે કંગનાને ટ્રોલ કરીને ઈસ્લામોફોબિક કહી હતી.

અન્ય સમાચારો પણ છે...