તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત સુસાઈડ કેસ:કંગના રનૌત મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર ભડકી, કહ્યું- વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે

મુંબઈ4 મહિનો પહેલા

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન પર કંગના રનૌત ભડકી ઊઠી હતી. કંગનાની ટીમ તરફથી ત્રણ ટ્વીટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી સારા CMએ મર્ડરને માત્ર બે મિનિટમાં સુસાઈડ કહી દીધું અને હવે તેઓ લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ પોલીસનો બચાવ કરતાં કહ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરવા માટે સક્ષમ છે.

આ મુદ્દે શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ કંગનાની ટીમે ત્રણ ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, કંગનાને ચૂપ કરાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. મૂવી માફિયા તથા રાજકિય માફિયાઓએ આ મર્ડર માટે ભેગા થયા છે. જોકે, કંગના કોઈ પણ બાબતથી ડરતી નથી, ત્યાં સુધી કે તે મોતથી પણ ડરતી નથી અને આથી જ આવી નાની-મોટી ચાલ ચાલવાની જરૂર નથી.

મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ
બીજી ટ્વીટમાં કંગનાની ટીમે કહ્યું હતું, વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મને પુરાવા આપો. તો હવે આ જનતા પર છે કે તેમને પુરાવા આપવામાં આવે પરંતુ મુંબઈ પોલીસ ક્રાઈમ સાઈટને સીલ સુદ્ધા કરી શકી નહોતી અને ત્યાંથી વાળ, ફિંગર પ્રિન્ટ્સ વગેરે તપાસ માટે ભેગું પણ કર્યું નહોતું. મૂવી માફિયાના બેસ્ટ CM આપણી પાસેથી પુરાવા ઈચ્છે છે.

CMએ બે મિનિટમાં સુસાઈડ જાહેર કરી દીધું
ત્રીજી તથા અંતિમ ટ્વીટમાં ટીમે કહ્યું હતું, સુશાંતના પરિવાર તથા મિત્ર સ્મિતાએ પુષ્ટિ કરી છે કે તે ઈન્ડસ્ટ્રી છોડવા માગતો હતો. અહીંયા તેને ગભરામણ થતી હતી અને તે એકદમ ડરી ગયો હતો. તે સતત કહેતો હતો કે તે લોકો તેને મારી નાખશે અને દુનિયાના સૌથી સારા મુખ્યમંત્રી તેની હત્યાને બે મિનિટમાં સુસાઈડ જાહેર કરી દે છે. મૂવી માફિયા સાથે જોડાયેલા લોકોએ માનસિક બીમારીનું અભિયાન શરૂ કરી દીધું.

ઉદ્ધવે કહ્યું, જો પુરાવા હોય તો અમને આપો
આ પહેલાં સમાચાર એજન્સી ANIએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર એક ટ્વીટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, મુંબઈ પોલીસ સક્ષમ છે. જો કોઈની પાસે પુરાવા છે તો તેઓ અમારી પાસે લઈને આવી શકે છે. અમે આ કેસમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરીશું અને દોષીતોને સજા આપીશું. મહેરબાની કરીને બિહાર તથા મહારાષ્ટ્રના સંબંધો ખરાબ થાય તે રીતે આ કેસનો ઉપયોગ કરવામાં ના આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો