તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:કોરોના પર ભારતની ટીકા કરનારા દેશો પર કંગના ભડકી, કહ્યું- વુહાનના વાઈરસને કમ્યુનિસ્ટ કહેવાની હિંમત નથી

મુંબઈ6 દિવસ પહેલા

ભારતમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવી દીધો છે. હોસ્પિટલમાં બેડ્સ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન વિશ્વના અનેક દેશો ભારતની મદદે આવ્યા છે. જોકે, વિશ્વભરના દેશોના અખબારોએ ભારતની ઝાટકણી પણ કાઢી છે. તેમણે ભારત સરકારનો વાંક કાઢ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે આ તમામને ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે પ્લીઝ આ તમામ લોકો માટે ચેતવણી છે, જે પોતાના ફોરેન ડેડીની સામે ભારતના નામે રડે છે. તમારો સમય પૂરો થયો છે.

શું કહ્યું કંગનાએ?
કંગનાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘નમસ્તે મિત્રો, કોરોના સિવાય પણ ઘણી એવી વાતો છે, જે ડિસ્ટર્બિંગ કરે છે અને હું આજે તે વાતો કરવા માગું છું. જોવામાં આવ્યું છે કે જ્યારે ભારત પર મુસીબત આવે કે ક્રાઈસિસ આવે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એક કેમ્પેઈન ચલાવવામાં આવે છે, તમામ દેશો ભેગા થઈ જાય છે અને ભારતને એવો અહેસાસ અપાવે છે કે તમે તો હજી હમણાં હમણાં વાંદરામાંથી માણસ બન્યા છો, એ લોકો આવીને તમને શીખવશે કે કેવી રીતે બેસવું, બોલવું, જમવું, કેવી રીતે રહેવું, લોકશાહી શું છે, કેવી રીતે પસંદગી કરવી, તમારામાં તો અક્કલ જ નથી અને અમે તમને કહીશું કે તમારે શું કરવાનું છે. આ તમામની ચેનલ બુદ્ધિજીવી લોકો છે.

પત્રકારોના નામ લીધા
તમે જુઓ છે કે ટાઈમ્સ મેગેઝિનના કવર પેજ પર લાશોની તસવીરો બતાવવામાં આવે છે. આજે લાશોની તસવીરો બેસ્ટ સેલિંગ છે. કેટલાંક ભારતીય પત્રકારો ત્યાં જાય છે અને રડે છે. જાણે કે આપણને તો ખબર નથી કે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શું છે.કેટલાંક પત્રકાર કહી રહ્યાં છે કે મોદીએ ભારતને બરબાદ કરી નાખ્યું. આ બધા જ ભારતીયો છે, આ લોકો તેમના સોર્સ બને છે. આ બધા ભેગા થઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઈમેજને ખરાબ કરે છે. આપણા માટે ઈકોનોમિક્સ, વિદેશી હુંડિયાણ વગેરે આગામી દિવસો માટે પડકારરૂપ બનશે. વુહાનમાં જન્મેલા વાઈરસને કમ્યુનિસ્ટ વાઈરસ કહેવાની આ દેશોમાં હિંમત નથી.

આનો કોઈ ઈલાજ શોધવો પડશે
આ લોકો આપણને શીખવશે કે દેશ કેવી રીતે ચલાવાય. અમેરિકા, ઈટલીમાં શુ થયું તે બધાએ જોયું છે. સેકન્ડ વેવમાં હજી પણ ઈંગ્લેન્ડ ઝઝૂમી રહ્યું છે. આપણે પણ ઝઝૂમી રહ્યા છીએ. ત્યાં કોઈ નેતાનુ નામ ઊછળ્યું, ત્યાં લોકશાહીનું નામ ઊછળ્યું? એ લોકો આપણને શીખવે છે કે આ પસંદ કરો. એ લોકો કોણ છે આપણને શીખવનારા. આપણે જાતે નક્કી કરીશુ. આપણે ઝઝૂમી રહ્યાં છીએ પરંતુ ભારત સરકારે આ ઉપદ્વવીઓનો કોઈને કોઈ ઈલાજ કરવો પડશે, જેથી તેઓ દેશને બદનામ ના કરે. જયહિંદ.‘

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો