કંગનાની ઓફિસ તોડફોડનો કેસ:કોર્ટે BMCને ખખડાવી, તોડવામાં સમય ના લાગ્યો તો જવાબ આપવામાં કેમ? આમ તો ઘણા ઝડપી છો, આ સાંભળી કંગનાએ કહ્યું, આંખમાં આંસુ આવી ગયા

મુંબઈએક વર્ષ પહેલા
9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર BMCએ બુલડોઝર ચલાવ્યું હતું. - Divya Bhaskar
9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ પર BMCએ બુલડોઝર ચલાવ્યું હતું.
  • મંગળવારે કંગના તરફથી સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ થઇ
  • કંગનાએ સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં BMCના તે આરોપો નકારી દીધા જેમાં ગેરેકાયદેસર બાંધકામના આરોપ લાગ્યા હતા

કંગના રનૌતના પાલી હિલ્સવાળા ઓફિસમાં તોડફોડને લઈને એક્ટ્રેસ તરફથી ફાઈલ થયેલી યાચિકા પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ શકે છે. બુધવારે ભારે વરસાદને કારણે હાઇકોર્ટ બંધ થવાના લીધે આજે, 24 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન BMCના વકીલે જવાબ આપવા માટે બે દિવસનો સમય માગ્યો હતો. કંગનાના વકીલ પ્રદીપ થોરાટ હતા. BMCએ બે દિવસનો સમય માગતા જસ્ટિસ કઠાવાલા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે કોઈનું ઘર તોડી નાખ્યું અને તમે આ તૂટેલી બિલ્ડિંગને વરસાદના સમયે આ રીતે રાખી શકો નહીં.

કોર્ટે એમ કહ્યું હતું કે આમ તો તમે બહુ ઝડપ બતાવો છો પરંતુ જ્યારે તમારા પર આક્ષેપો મૂકવામાં આવે અને જવાબ માગવામાં આવે ત્યારે તમે પાછા પડો છો. કોર્ટ હવે આવતીકાલ, 25 સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય જજે અરજી ઠીક ના હોવાની વાત પર નારાજગી પ્રગટ કરી હતી અને કંગનાના વકીલે માફી માગી હતી.

કંગનાને આંખમાં પાણી આવ્યા
કોર્ટના નિર્ણય બાદ કંગનાએ ટ્વીટ કર્યું કે, 'માનનીય કોર્ટના જજ, મારી આંખોમાં આંસુ આવી ગયા. મુંબઈના વરસાદમાં ખરેખર મારું ઘર તૂટી રહ્યું છે, તમે મારા તૂટેલા ઘર વિશે આટલું વિચાર્યું, આ મારા માટે ઘણું છે. મારી ઇજા પર મલમ લગાવવા માટે આભાર. મને એ બધું મળી ગયું જે મેં ખોયું હતું.'

મંગળવારે સુનાવણી દરમ્યાન બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં એક્ટ્રેસની ઓફિસ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપનારા અધિકારી ભાગ્યવંત લાતે અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને પક્ષકાર બનાવવાની વાત કરી હતી. કંગનાએ સંજય રાઉતના ઉખાડી દીધુંવાળા સ્ટેટમેન્ટની સીડી હાઇકોર્ટમાં રજૂ કરી દીધી હતી ત્યારબાદ હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.

'મારું ઘર તોડવાને બદલે બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું હોત તો 50 લોકોનો જીવ બચી જાત'

કંગનાએ ભિવંડીમાં બનેલી ઘટના પર BMC, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. ભિવંડીમાં બે દિવસ પહેલા બિલ્ડિંગ પડી હતી અને 40થી વધુ લોકોના મોત થયા હતા.

9 સપ્ટેમ્બરે પાલી હિલ સ્થિત કંગના રનૌતની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના ઘણા ભાગને BMCએ ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટમાં કંગના રનૌતે યાચિકા ફાઈલ કરી આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. કોર્ટે આ કેસમાં કંગના પાસે 14 સપ્ટેમ્બરે અને BMC પાસે 18 સપ્ટેમ્બરે જવાબ માગ્યો હતો. એક્ટ્રેસે સોમવારે સપ્લિમેન્ટ્રી એફિડેવિટ ફાઈલ કરી.

BMCના આરોપ પર કંગનાના આરોપ
અગાઉ કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં BMCના એફિડેવિટ પર જવાબ આપતા કહ્યું હતું કે તેની ઓફિસ પર થયેલી BMCની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે, તેણે એ વાત પણ નકારી કે જ્યારે કાર્યવાહી થઇ તે દરમ્યાન તેની ઓફિસમાં કોઈ બાંધકામ ચાલતું હતું. BMCએ કોઈ ગેરકાયદેસર બાંધકામના પુરાવા રજૂ નથી કર્યા.

તેણે આ વાત પણ નકારી કે તોડફોડને ગેરકાયદેસર ઘોષિત કરવા અને BMC પાસે વળતર તરીકે 2 કરોડ રૂપિયા માગવાની યાચિકા લીગલ પ્રોસેસનો દુરુપયોગ છે. તેણે કહ્યું કે, 'હું આ વાતને નકારું છું કે મેં ગેરકાયદેસર રીતે કઈ જોડ્યું કે ફેરફાર કર્યો જેવા કે આરોપો લગાવવામાં આવ્યા છે.'

હાઇકોર્ટે એક્ટ્રેસને રાહત આપી બંગલાને યથાસ્થિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યાં સુધી કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી, કંગનાના વકીલનો દાવો છે કે ત્યાં સુધીમાં બંગલાનો 40% હિસ્સો પાડી દેવાયો હતો. તેમાં સોફા, ઝુમ્મર અને એન્ટિક આર્ટ પીસ સહિત ઘણી કિંમતી વસ્તુઓ પણ સામેલ છે.

એફિડેવિટમાં BMCએ આ કહ્યું હતું
એક્ટ્રેસની યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત લીગલ પ્રોસેસનો દુરૂપયોગ કરે છે. માટે આ યાચિકા પર વિચાર કરવો ન જોઈએ અને તેને દંડ સાથે નકારી દેવી જોઈએ. BMCએ એફિડેવિટમાં એવું પણ સ્પષ્ટ કર્યું કે તેણે કઈ લીગલ પ્રોસેસ હેઠળ કંગનાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે.

BMCએ હાઇકોર્ટમાં ફાઈલ કરેલા એફિડેવિટમાં જણાવ્યું કે એક્ટ્રેસ કંગના રનૌતના ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટને ગેરકાયદેસર રીતે રૂમમાં બદલવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદેસર કિચનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિવાય પેન્ટ્રી, ટોયલેટ, કેબીન, પૂજા ઘર સહિત ઘણું બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...