કંગના ફરી ભડકી:આલિયા ભટ્ટના ફિલ્મ પ્રમોશન પર કંગના રનૌત લાલઘુમ થઈ, ગંગુબાઈ અને પંડિત નહેરુ પર વાંધાજનક નિવેદન આપ્યું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ડાયલોગ બોલતી નાની છોકરીનો વીડિયો વાઈરલ થયો
  • આ રીતે થતાં ફિલ્મના પ્રમોશનને કારણે કંગના રનૌત ભડકી

કોઇપણ વિષય પર બેફામ નિવેદનો કરીને ચર્ચામાં રહેવાનું હવે કંગના રનૌત બરાબર ફાવી ગયું છે. 'ક્વીન'ની એક્ટ્રેસે આ વખતે અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના પ્રમોશનનો વારો કાઢ્યો છે. આ ફિલ્મનો આલિયાનો એક ડાયલોગ બોલતી નાની ટેણીનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. આ મામલે કંગનાએ પોતાનું રિએક્શન સોશિયલ મીડિયા પર આપ્યું છે. આ અગાઉ કંગના 'ગેહરાઈયાં' ફિલ્મ પર રિએક્શન આપ્યું હતું કે, ‘ફિલ્મના નામે કચરો ન વેચો.’

સરકારે પેરેન્ટ્સ વિરુદ્ધ એક્શન લેવું જોઈએ: કંગના
કંગનાએ ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, 'સરકારે તમામ એવા પેરેન્ટ્સ વિરુદ્ધ એક્શન લેવું જોઈએ જે આવી ફિલ્મના પ્રમોશનના પૈસા કમાવવા માટે નાનાં બાળકોને સેક્સ્યુલાઈઝ કરી રહ્યા છે. આ એક ફેમસ વેશ્યા અને દલાલની બાયોપિક છે જેણે પોતાની તાકાત વધારવા માટે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને છોકરીઓ સપ્લાય કરી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીજી કૃપા કરી આ મામલે ધ્યાન આપો.'

ઘણા બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે
પોતાનો ગુસ્સો ઠાલવતાં કંગનાએ લખ્યું કે, 'શું આ બાળકીએ મોઢામાં બીડી લઈ અશ્લીલ ડાયલોગ્સ બોલી સેક્સ વર્કરની નકલ કરવી જોઈએ? તેની બોડી લેંગ્વેજ જુઓ. આ ઉંમરે તેને કામુક દર્શાવવી યોગ્ય છે? આવા અનેકો બાળકોનો આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.'

વાઈરલ વીડિયો
ગંગુબાઈની જેમ સફેદ સાડી પહેરી એક નાની બાળકીનો ફિલ્મનો ડાયલોગ બોલતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કંગના જે વાઈરલ વીડિયો પર ભડકી છે તે જુઓ:

25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મ
આલિયા ભટ્ટ સ્ટારર 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી છે. મૂવીમાં અજય દેવગણ અને વિજય રાઝ પણ છે. આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ'ના એક ચેપ્ટર પર બેઝ્ડ છે. તેમાં કમાઠીપુરાની માફિયા ગંગુબાઈનું વર્ણન છે.

અન્ય સમાચારો પણ છે...