તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડિંગ બેલ્સ:ઉદયપુરમાં કંગનાના ભાઈ અક્ષતના ડેસ્ટિનેશન વેડિંગ થશે; એક્ટ્રેસે કહ્યું, ‘ગેધરિંગ નાનું છે પણ એક્સાઈટમેન્ટ એટલી જ છે’

10 મહિનો પહેલા

કંગના રનૌતના ભાઈ અક્ષતના લગ્ન 12 નવેમ્બરે થશે. એક્ટ્રેસ અક્ષત માટે ઉદયપુર, રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ હોસ્ટ કરી રહી છે અને તે માટે 10 નવેમ્બરે રનૌત ફેમિલી ઉદયપુર પહોંચી જશે. કંગનાએ ટ્વીટમાં આ માહિતી શેર કરી છે.

કંગનાએ ટ્વીટમાં લખ્યું કે, આ મારા અને મારી ફેમિલી માટે ઘણો સારો સમય છે. હું મારા ભાઈ માટે ઉદયપુરના ડેસ્ટિનેશન વેડિંગ હોસ્ટ કરી રહી છું, જ્યાં હકીકતમાં રનૌત ફેમિલીના મૂળ છે. હવે અમે પેરેન્ટ્સના ઘરે જઈને રહીશું. કોરોનાને કારણે નાનું ગેધરિંગ હશે પરંતુ એક્સાઈટમેન્ટમાં કોઈ કમી નહિ આવે.

ટ્વીટની સાથે કંગનાએ એક ફોટો પણ શેર કર્યો છે. 10 નવેમ્બરે 4 વાગે રનૌત ફેમિલી ઉદયપુર પહોંચી જશે. શીશ મહેલમાં ડિનર અને પછી પેલેસની આજુબાજુ બોટિંગ કરશે.

બે દિવસ ફંક્શન ચાલશે
અક્ષતના બે દિવસના ફંક્શનમાં મહેંદી અન સંગીત સેરેમની સામેલ છે. પ્રિ-વેડિંગ ફંક્શન 11 નવેમ્બરે શરુ થઇ જશે. મેરેજ ફંક્શન 12 નવેમ્બરે થશે.

ઓક્ટોબરમાં અક્ષતને પીઠી લગાવી હતી ઓક્ટોબર મહિનામાં પ્રથમવાર અક્ષતને પીઠી લગાવવામાં આવી હતી. કંગનાએ સેરેમનીનો વીડિયો શેર કરીને કહ્યું હતું, આ હિમાચલની બધાઈ પરંપરા છે, જે મામાના ઘરે પ્રથમ આમંત્રણ મોકલીને શરુ થાય છે. એ પછી બાકીના લોકોને આમંત્રણ મોકલવામાં આવે છે.

કંગનાએ બાળપણનો ફોટો શેર કર્યો
કંગનાએ અન્ય એક ટ્વીટમાં બાળપણનો ફોટો શેર કરીને લખ્યું, અક્ષત ચહેરો મને યાદ કરાવે છે કે હું કઈ રીતે તેને હેરાન કરતી હતી. તે મારા તોફાનમાં સાથ આપતો હતો. મારો નાનકડો ભોલુ હવે મોટો થઇ ગયો છે અને બાળપણના તે વર્ષો..એવું લાગે છે કે હજુ કાલની જ વાત છે.

અન્ય સમાચારો પણ છે...