'ક્વીન'ના સૂર બદલાયા:કંગના રનૌત 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના સપોર્ટમાં, કહ્યું- મૂવી માફિયા પાસેથી અપેક્ષા નહોતી, પરંતુ તેમનું કામ વખાણવા લાયક

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંગનાએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની પ્રશંસા કરી

કંગના રનૌતે પહેલેથી જ આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' અંગે ખરું-ખોટું સંભળાવ્યું હતું. આલિયાની ફિલ્મ હવે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થતાં જ કંગનાના સૂર બદલાઈ ગયા છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે મૂવી માફિયા પાસેથી સારી અપેક્ષા નહોતી, પરંતુ તેમનું કામ પ્રશંસનીય છે.

કંગનાએ વખાણ કર્યાં
કંગનાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'આ વાત જાણીને આનંદ થયો કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ થિયેટરને ફરીથી જીવિત કર્યા છે. હિંદી ઇન્ડસ્ટ્રી પણ નાના ના પગલાં ભરી રહી છે. હાલમાં જ ફીમેલ સેન્ટર્ડ ફિલ્મમાં એક મોટો હીરો તથા સુપરસ્ટાર ડિરેક્ટર છે. તેમણે નાના પગલાં ભર્યાં છે, પરંતુ તે મહત્ત્વહીન નથી. આ પગલું વેન્ટિલેટરની સ્થિતિમાં આવી ગયેલા થિયેટર માટે મહત્ત્વનું છે. મેં ક્યારેય અપેક્ષા કરી નહોતી કે મૂવી માફિયા આ સમયે ઊભા રહેશે અને કંઈક સારું કરશે. જો તેઓ આમ કરે છે તો આપણે તેમની પ્રશંસા કરવી જોઈએ અને આશા છે કે તે સારું કરે.'

પ્રમોશન પર પ્રહાર કર્યા હતા
કંગનાએ આલિયાની ફિલ્મના પ્રમોશન પર ખરું-ખોટું સંભળાવ્યું હતું. તેણે એક બાળકીનો વાઇરલ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, 'શું આ બાળકીએ મોંમાં બીડી લઈને અશ્લીલ સંવાદો બોલીને સેક્સ વર્કરની નકલ કરવી જોઈએ? તેની બૉડી લેંગ્વેજ જુઓ? શું આ ઉંમરે કામુક બતાવવું જરૂરી છે? આવા અનેક બાળકો છે, જેનો આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.