કંગના રનૌત પર ચોરીનો આરોપ:'મણિકર્ણિકા રિટર્ન્સ'ના અનાઉન્સમેન્ટના થોડા કલાક પછી જ વિવાદોમાં ફસાઈ કંગના, ઓથર આશિષ કૌલે સ્ટોરી ચોરીનો આરોપ લગાવ્યો

એક વર્ષ પહેલા

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજન્ડ ઓફ દિદ્દા'ના અનાઉન્સમેન્ટના થોડા કલાક પછી જ વિવાદોમાં આવી ગઈ છે. દિદ્દાની બાયોગ્રાફી લખનારા ઓથર આશિષ કૌલે કંગના પર તેની સ્ટોરી ચોરવાનો આરોપ લગાવ્યો છે. કૌલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેણે એક્ટ્રેસને તેની બુકનું ફોરવર્ડ લખાવવા માટે મેલ કર્યો હતો પણ તેણે તેની સ્ટોરી ચોરીને ફિલ્મ અનાઉન્સ કરી દીધી.

આ માટે ફોરવર્ડ લખાવવા ઇચ્છતા હતા
NBT સાથેની વાતચીતમાં કૌલે કહ્યું કે તે કંગના પાસે તેની બુકનું ફોરવર્ડ લખાવવા ઇચ્છતા હતા. કારણકે આ સમયે દેશમાં તેની ઇમેજ એવી મહિલાની છે, જે સતત તેના અધિકારો માટે લડી રહી છે અને પોતાની સાથે થતા ખોટા વર્તન સામે અવાજ ઉઠાવી રહી છે.

સ્ટોરી ચોરીને ઈન્ટેલેક્ચ્યુઅલ ચોરી ગણાવી
કૌલના જણાવ્યા મુજબ તેમને કંગનાનો આ સ્ટોરી ચોરવાનો અંદાજો જરાપણ સમજાયો નહીં. કારણકે લોકો તેને સત્યનો સાથ આપનારી મહિલા તરીકે જાણે છે. તેણે કંગનાની આ ચોરીને ઈન્ટેલેક્ચ્યુઅલ ચોરી ગણાવી છે.

કંગનાએ ક્યારેય મેલનો જવાબ ન આપ્યો
કૌલના કહેવા અનુસાર, તેણે બુકના ફોરવર્ડ માટે કંગનાને ઘણીવાર મેલ કર્યો. પરંતુ તેને જવાબ ન મળ્યો. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર પોતાની બુકને લઈને તે કંગનાને ટેગ કરી ચુક્યા છે. ઉપરથી તેમની સ્ટોરી ચોરીને કંગના તેના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.

રિલાયન્સ સાથે ફિલ્મ પ્લાન કરી રહ્યા છે
ઓથરે આગળ જણાવ્યું કે તેણે પોતાની બુક 'દિદ્દા ધ વોરિયર ક્વીન ઓફ કાશ્મીર'ને ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખી છે. તે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે મળીને આના પર બિગ બજેટ ફિલ્મનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે તેમનો આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં. પણ સ્ટોરીને લઈને પ્રોડક્શન હાઉસ સાથે તેની મીટિંગ્સ થઇ ગઈ છે.

કંગનાએ ગુરુવારે અનાઉન્સ કર્યું હતું
ગુરુવારે મકર સંક્રાંતિના અવસરે કંગનાએ 'મણિકર્ણિકા' ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મની જાહેરાત 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજન્ડ ઓફ દિદ્દા' નામથી કરી હતી. તે આ ફિલ્મ પ્રોડ્યુસર કમલ જૈન સાથે મળીને બનાવી રહી છે, જેણે ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મમાં તેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે કાસ્ટ કરી હતી.

કાશ્મીરની ચુડેલ રાણીના નામથી ફેમસ દિદ્દા
રાણી દિદ્દા ઇતિહાસમાં કાશ્મીરની ચુડેલ રાણીના નામથી ફેમસ છે. કહેવામાં આવે છે કે આ નામ તેને રાજા મહારાજાઓએ પોતાની મર્દાનગી છુપાવવા માટે આપ્યું હતું. દિદ્દાના લગ્ન કાશ્મીરના રાજા ક્ષેમગુપ્તા સાથે થયા હતા. જ્યારે રાજાનું મૃત્યુ થયું તો સતી પ્રથા હેઠળ તેમને સતી થવા માટે કહેવામાં આવ્યું. પણ તે દરમ્યાન રાણીએ સમજદારી વાપરીને રાજાની પહેલી પત્નીને સતી કરાવીને ખુદ પોતાની શરતો પર રાજગાદી પર બેસી ગયા અને 50 વર્ષ સુધી શાસન કર્યું. (વાંચો આખા સમાચાર)