તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વીનની લક્ઝરી ગિફ્ટ:ચંદીગઢમાં કંગના રનૌતે 4 કરોડમાં 4 ફ્લેટ્સ ખરીદ્યા, ભાઈ-બહેન અને બે કઝીનને ગિફ્ટ કરી દીધા

એક મહિનો પહેલા

હાલ મધ્યપ્રદેશમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાં વ્યસ્ત કંગના રનૌતે તેના ભાઈ અક્ષત, બહેન રંગોલી ચંદેલ અને બે કઝીનને ચંદીગઢમાં ફ્લેટ ગિફ્ટ કર્યા છે. રિપોર્ટ્સ મુજબ, કંગનાએ તેના ભાઈ- બહેન માટે આ 4 આલીશાન ફ્લેટ્સ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

એરપોર્ટ નજીક છે ચારેય ફ્લેટ
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે, 'કંગના હંમેશાં પોતાના ભાઈ બહેન માટે સપોર્ટિવ રહી છે. તેણે ફરી એકવાર આ સાબિત કરી દીધું છે. તેણે ચંદીગઢના પોશ વિસ્તારમાં તેમને વૈભવી ફ્લેટ્સ ગિફ્ટ કર્યા છે. આ પ્રોપર્ટી ચંદીગઢ એરપોર્ટ નજીક હાઈ સ્ટ્રીટ એરિયામાં છે. જ્યાં આસપાસ સારા મોલ્સ અને રેસ્ટરાં છે.'

ભાઈ- બહેનનું સપનું પૂરું કર્યું
રિપોર્ટમાં આગળ લખ્યું છે, 'હિમાચલ પ્રદેશના લોકો હંમેશાં ચંદીગઢમાં ઘર ખરીદવાનું સપનું જુએ છે અને કંગનાનું આ ડગલું ખરેખર તેના ભાઈ-બહેનનું સપનું પૂરું કરવા માટે છે.'

કંગના રનૌતે પણ પુષ્ટિ કરી દીધી
કંગનાએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા લખ્યું છે, 'હું લોકોને પ્રોત્સાહિત કરવા માગું છું કે તે પોતાના પૈસા પરિવાર માટે વાપરે. યાદ રાખો કે જ્યારે ખુશીઓ શેર કરીએ છીએ તો ઘણી વધે છે. તે સુંદર વૈભવી એપાર્ટમેન્ટ છે, જેનું બાંધકામ ચાલી રહ્યું છે. 2023માં રેડી થઇ જશે પણ હું ઘણી ભાગ્યશાળી છું કે મારા પરિવાર માટે આ કરી શકી.'

કંગના રનૌતના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કંગના રનૌતની ફિલ્મ 'થલાઈવી' આ વર્ષે રિલીઝ થવાની છે, જે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. તે હાલ ભોપાલમાં 'ધાકડ'નું શૂટિંગ કરી રહી છે. ત્યારબાદ તે 'તેજસ' ફિલ્મનું શૂટિંગ કરશે. આ સિવાય તે 'અપરાજિત અયોધ્યા', 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લેજન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીર પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત એક અનામ ફિલ્મની જાહેરાત કરી ચૂકી છે. તેના પ્રોડક્શનની એક અન્ય ફિલ્મમાં તે ઇન્દિરા ગાંધીનો રોલ પ્લે કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો